રીપોર્ટ… ડેવિડ પટેલ.
અમદાવાદના સોલા ઉમિયા કેમ્પસ ખાતે 1500 કરોડ રુપીયાના પ્રોજેક્ટ અંતર્ગત 11 થી 13 ડિસેમ્બર દરમિયાન શિલાન્યાસ મહોત્સવની ભવ્યાતિભવ્ય ઉજવણી કરવામાં આવશે.તે પહેલાં 20 ઓક્ટોમ્બરના રોજ ભુમિપુજનનો કાર્યક્રમ યોજાશે.ભવ્યાતિભવ્ય મહોત્સવમાં લાખો પાટીદારો ભાગ લેશે.
દેવાધીદેવ પ્રભુ શિવજીના અર્ધાંગીની અને કરોડો પાટીદારોના કુળદેવી ઉમિયા માતાજી મહાદેવી છે.જેમના ચરણોમાં શિશ ઝુકાવી તમામ જ્ઞાતીના શ્રધ્ધાળુઓ મા ઉમિયાની આરાધના કરી મનવાંચ્છિત ફળ પ્રાપ્ત કરે છે.કુળદેવી ઉમિયા માતાજીના આશિર્વાદ સાથે સોલા ઉમિયા કેમ્પસ ખાતે 1500 કરોડ રુપીયાના પ્રોજેક્ટનું ભવ્ય આયોજન કરાયું છે.જ્યાં વર્ષો પહેલાં પાટીદાર સમાજની વડવાઓ દ્વારા મા ઉમિયા માતાજીના મંદિરનું નિર્માણ કરાયું હતું.1500 કરોડ રુપીયાના પ્રોજેક્ટ અંતર્ગત મા ઉમિયા માતાજીના મંદિરને ભવ્ય બનાવવામાં આવશે.
ઉમિયા માતાજી સંસ્થાન ઉંઝાના અધ્યક્ષ મણિદાદા તથા મંત્રી દિલિપ નેતાજી કહે છે કે 20 ઓક્ટોમ્બરના રોજ ઉમિયા કેમ્પસ ખાતે ભુમિ પુજનનો કાર્યક્રમ યોજવામાં આવશે.
ઉપરાંત 11 થી 13 ડિસેમ્બર 2021 દરમિયાન શિલાન્યાસ મહોત્સવ ઉજવાશે.જે સમયે 51 કરોડ 51 લાખ જેટલા મા ઉમિયા શરણમ મમ દિવ્ય મંત્ર લખેલી 1 લાખ 25 હજાર કરતાં પણ વધારે બુકની સ્થાપના કરવામાં આવશે.ભવ્યાતિભવ્ય કાર્યક્રમને સફળ બનાવવા માટે અમદાવાદ ખાતે રહેતા હજારો પાટીદાર ભાઈ બહેનો તનતોડ મહેનત કરી રહ્યા છે.પાટીદાર મહિલા અગ્રણી ડો.જાગ્રુતિબેન પટેલ અને મહિલા ટીમ દ્વારા મંત્ર લેખન બુક ઘરે ઘરે પહોંચાડવામાં આવી રહી છે.
51 કરોડ 51 લાખ દિવ્ય મંત્ર લખેલી મંત્ર લેખન બુક માટે સંકલ્પ શ્રેય અર્પણ કાર્યક્રમનું આયોન કરાયું છે.જેમાં 51 ભાગ્યશાળી યજમાન રુપીયા 51 હજારનું દાન નોંધાવી યજમાન બનશે.જેઓ દિવ્ય મંત્ર લેખન બુક લઈને પધારશે.જેમનું અને દિવ્ય મંત્ર લેખન બુકનું વૈદિક મંત્રોચ્ચાર સાથે પુજન કરવામાં આવશે.
મિડિયા કન્વિનર અરવિંદ પટેલ,સહ કન્વિનર અમિત જયસ્વાલ કહે છે કે 11 થી 13 ડિસેમ્બર સુધી યોજાનારા કાર્યક્રમોની રુપરેખા તૈયાર તઈ રહી છે.ભવ્યાતિભવ્ય કાર્યક્રમ અંતર્ગત સ્વયં સેવકોની ટીમ તૈયાર કરવામાં આવશે.


