પ્રધાનમંત્રીએ રાષ્ટ્રપતિને તેના જન્મ દિવસ પર શુભેચ્છા પાઠવી

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદને તેમના જન્મદિવસ પર શુભેચ્છા પાઠવી છે. પોતાના ટ્વીટમાં પ્રધાનમંત્રીએ કહ્યું, “રાષ્ટ્રપતિને જન્મદિવસની શુભકામનાઓ. તેઓ તેમના નમ્ર વ્યક્તિત્વને કારણે સમગ્ર દેશમાં સૌને પ્રિય છે. તેમનું સંપૂર્ણ ધ્યાન સમાજમાં ગરીબ અને હાંસિયામાં ધકેલાયેલા લોકોના સશક્તિકરણ પર રહે છે, જે અનુકરણીય છે. હું તેમને લાંબા અને સ્વસ્થ જીવનની કામના કરું છું.”

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *