મહીસાગર જિલ્લાના સંતરામપુર ખાતે રાજ્યમંત્રીશ્રી કુબેરભાઇ ડીંડોરની અધ્યક્ષતામાં સાતમો યુવા મહોત્સવ યોજાયો

યુવા મહોત્સવ જેવા કાર્યક્રમ કૌશલ્ય ઉજાગર કરવાનું કાર્ય કરતા હોય છે -રાજ્યમંત્રીશ્રી કુબેરભાઇ ડીંડોર

લુણાવાડા,

રમત ગમત અને યુવા સાંસ્કૃતિક પ્રવૃતિઓના વિભાગ ગાંધીનગર અને જિલ્લા રમત ગમત  કચેરીના સંયુક્ત ઉપક્રમે આયોજીત મહીસાગર જિલ્લા કક્ષાનો સાતમો યુવા મહોત્સવ જે.એચ.મહેતા હાઇસ્કૂલ સંતરામપુર ખાતે ઉચ્ચ અને તાંત્રિક શિક્ષણ વૈધાનીક બાબતોના રાજ્યકક્ષા મંત્રીશ્રી કુબરેભાઇ ડીંડોરની અધ્યક્ષતામાં અને જિલ્લા કલેક્ટરશ્રી ડૉ. મનીષકુમારની વિશેષ ઉપસ્થિતમાં યોજાયો હતો.

મંત્રીશ્રી કુબેરભાઇ ડીંડોરે પોતાની માતૃ શિક્ષણ સંસ્થાને વંદન કરતા બાળકો સાથે સંવાદ સાધ્યો હતો. વધુમાં તેમણે વિદ્યાર્થીઓમાં સર્જનાત્મકતા ખીલવવા માટે રાજ્ય સરકારના રમત ગમત અને યુવા સાંસ્કૃતિક પ્રવૃતિઓના વિભાગ દ્વારા આયોજીત યુવા મહોત્સવ જેવા કાર્યક્રમ કૌશલ્યઉજાગર કરવાનું કાર્ય કરતા હોય છેઅને યુવા પ્રતિભાઓને વિકસવાની તક મળે છે તેમ જણાવી ભાગ લેનાર તમામ સ્પર્ધકોને શુભેચ્છા પાઠવી હતી.

પ્રસંગીક ઉદબોધનમાં જિલ્લા કલેક્ટરશ્રી મનીષકુમારે કાવ્યાત્મક અંદાજમાં અટલજીની કાવ્ય પંક્તિઓ “છોટે મન સે કોઇ બડા નહી હોતા, ટુટે મન સે કોઇ ખડા નહી હોતા” ટાંકીને દિલ થી અને મનથી યુવાન બનીને ઉર્જા સભર બનવા  યુવા પ્રતિભાઓ સહિત સૌને પ્રેરણા અને પ્રોત્સાહક માર્ગદર્શન આપ્યું હતું.

પ્રારંભમાંપ્રાર્થના સ્વાગત ગીતસાથે મહાનુભાવોના હસ્તે દિપ પ્રાગટ્ય કરી યુવા મહોત્સવને ખુલ્લો મુકવામાં આવ્યો હતો. જેમાં જિલ્લાની વિવિધ શાળાઓના મોટી સંખ્યામાં સ્પર્ધકો ઉપસ્થિત રહ્યા હતા જેમાં વક્તૃત્વ સ્પર્ધા, નિબંધ સ્પર્ધા ચિત્ર સ્પર્ધા, સર્જનાત્મક કારીગરી, ભજન હળવું કંઠ્ય સંગીત, એક પાત્રીય અભિનય જેવી વિવિધ વિભાગની સ્પર્ધાઓ યોજવામાં આવી હતી. જિલ્લા રમતગમત કચેરીના માર્ગદર્શન હેઠળ આજુ બાજુની તમામ શાળાના વિદ્યાર્થીઓ, શિક્ષક મિત્રો ઉપસ્થિત રહ્યા હતા.

આ પ્રમોત્સવમાં નગરપાલીકા પ્રમુખશ્રી સુનિતાબેન, પ્રાંત અધિકારીશ્રી કૌશીક જાદવ, મામલતદારશ્રી વાધેલા, અગ્રણીશ્રી દશરથભાઇ બારીયા, કે.પી.એજ્યુકેશન ટ્રસ્ટના પ્રમુખશ્રી કીરીટભાઇ ઉપાધ્યાય, જે.એચ.મહેતા હાઇસ્કૂલના આચાર્યશ્રી તેમજ સ્પર્ધકો ઉપસ્થિત રહ્યા હતા.

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM