પુજય મહાત્મા ગાંધી તથા પુજય લાલબહાદુર શાસ્ત્રીજીની જન્મ જંયતીની ઉજવણી સેવાકીય પ્નવૃત્તિથી કરવામાં આવી.રવિવાર તા. ૩/૧૦ થી એન્કરવાલા જનરલ હોસ્પિટલ મસ્કા મધ્યે દંત વિભાગનો પ્નારંભ કરવામાં આવશે.

આજરોજ શ્રી ક.વી.ઓ. જૈન મહાજન ભુજ તથા શ્રી સર્વ સેવા સંધ(કચ્છ) ભુજના સંયુકત ઉપક્રમે પુજય મહાત્મા ગાંધી અને પુજય લાલબહાદુર શાસ્ત્રીજી ની જન્મ જંયતીની ઉજવણી સેવાકીય કાર્યો સાથે કરવામાં આવી હતી. આ નિમિત્તે કચ્છ જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગ હસ્તગતના શહેરી આરોગ્ય કેન્દ્ર ર ના સહકારથી ક.વી.ઓ. સંકુલ ભુજ મધ્યે જાહેર જનતા માટે વિના મુલ્યે કોરાના રસીકરણ કેમ્પ અને વિના મુલ્યે હોમિયોપેથીક નિદાન અને સારવારના કેમ્પનું આયોજન કરવામાં આવ્યુ હતુ.
આ પ્નસંગે બંને સંસ્થાના અધ્યક્ષ અને પુર્વ રાજયમંત્રી શ્રી તારાચંદભાઈ છેડાએ જણાવ્યુ હતુ કે અમારી બંને સંસ્થાઓ દ્વારા સેવા હી સાધનાના સંકલ્પને સાકાર કરીને આપણા રાષ્ટ્રના બંને સપુતોની જન્મ જંયતીની ઉજવણી એજ એમની સાચી ઓળખ છે.શ્રી છેડાએ આ પ્નસંગે આવતીકાલ રવિવાર તા. ૩/૧૦ થી માંડવી તાલુકાના મસ્કા મુકામે આવેલ શ્રી એન્કરવાલા જનરલ હોસ્પિટલ મધ્યે રાહતદરે દંત વિભાગનો પ્નારંભ કરવાની જાહેરાત કરી હતી.
આ પ્નસંગે આરોગ્ય કેન્દ્ર ર ના ડૉ. ગીત પરમાર, શ્રી યશવંતભાઈ , શ્રી સર્વ સેવા સંધના ટ્રસ્ટ શ્રી ડૉ. અશોકભાઈ ત્રિવેદી વિગેરે હાજર રહી પોતાની સેવાઓ આપી હતી. બંને કેમ્પમાં ૧૦૦થી વધુ દર્દીઓએ લાભ લીધો હતો.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *