દાંડી ખાતે પૂ.મહાત્મા ગાંધીજીની ૧૫૨ મી જન્મજયંતિની ઉજવણી કરાઇ

ગામેગામ સ્વચ્છતાની ઝુંબેશ ઉપાડી શહેર-ગામડાંઓને સુંદર બનાવવા સંકલ્પ કરવાઅદિજાતિ મંત્રી શ્રી નરેશભાઇ પટેલે કરેલો અનુરોધ

નવસારીઃશનિવારઃ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની ૧૫૨ મી જન્મજયંતિ નેશનલ સોલ્ટ સત્યાગ્રાહ, મેમોરીયલ હોલ, દાંડી ખાતે ગુજરાત રાજયના આદિજાતિ વિકાસ અને નાગરિક પુરવઠો અને ગ્રાહકોની સુરક્ષા વિભાગના મંત્રી શ્રી નરેશભાઇ પટેલની ઉપસ્થિતિમાં યોજાયો હતો.

                આ અવસરે આદિજાતિ વિકાસ મંત્રી શ્રી નરેશભાઇ પટેલે ઉદ્બોધનમાં જણાવ્યું હતું કે, પૂ. મહાત્મા ગાંધીજીની ૧૫૨ મી જન્મજયંતિ ઉજવણી દાંડી ખાતે કરી રહયાં છે જે ગૌરવ લેવા જેવું છે. કારણ કે  દાંડી ખાતે પૂ.બાપુઍ ચપટી મીઠું ઉપાડીને મીઠાનો કાયદો તોડી અંગ્રેજ સલ્તનતના પાયા હચમચાવી નાંખ્યા હતાં. માન.વડાપ્રધાનશ્રીઍ આઝાદીના અમૃત મહોત્સવ ઉજવણી દ્વારા દેશના શહિદોને શ્રધ્ધાંજલિ આપવાની સાથે પૂવોજાઍ જાયેલા સપનાનું ભારત બને ઍવો સંકલ્પ લેવાનો આ અવસર છે. આપણી ભાવિ પેઢી પૂ.ગાંધીજીના કાર્યોથી વાકેફ થાય અને તેમના સંદેશાને જીવનમાં ઉતારવા અનુરોધ કર્યો હતો. પૂ.બાપુ દેશમાં જ નહિ, પરંતુ પુરા વિશ્વમાં નામના પ્રાપ્ત કરી હતી. તેમણે ખૂબ જ સંઘર્ષ કર્યો હતો. તેઓ સ્વચ્છતના ખૂબ જ આગ્રહી હતાં. હવે આપણે પણ ગામેગામ સ્વચ્છતાની ઝુંબેશ ઉપાડી શહેર-ગામડાંઓને સુંદર બનાવવા સંકલ્પ કરી, નવસારીને ઍક નવી ઓળખ ઉભી કરવા જણાવ્યું હતું.

જિલ્લા કલેકટરશ્રી અમિત પ્રકાશ યાદવે આજે ૨ જી ઓકટોબરે પૂ. મહાત્મા ગાંધીજીને સ્વચ્છતા થકી શ્રધ્ધાંજલી ઍ જ સાચી શ્રધ્ધાંજલી ગણાશે તેવું ભારપૂર્વક જણાવ્યુ હતું. માન. વડાપ્રધાનશ્રીનું ગંદકીમુકત ભારત ના સ્વપ્નને સાકાર કરવા સૌઍ ગામેગામ ટીમ બનાવી સ્વચ્છતા રાખવા જણાવ્યું હતું.

                સ્વચ્છતાના આગ્રહી ઍવા ગાંધીજીને શ્રધ્ધાંજલી અર્પવા સ્વચ્છતા હી સેવા  અંતર્ગત જિલ્લા વહીવટીતંત્ર તથા જિલ્લાના અમલીકરણ અધિકારીઓ/કર્મચારીઓ અને વિવિધ ઍનજીઓ સાથે મળીને પ્લાસ્ટીક વેસ્ટ કલેકશનની કામગીરી કરવામાં આવી હતી.

                આ અવસરે મંત્રી શ્રી નરેશભાઇ પટેલે પ્રાર્થના મંદિર ખાતે પૂ.બાપુને સુતરની આંટી પહેરાવી શ્રધ્ધાંજલિ અર્પી હતી. કાર્યક્રમમાં મંત્રીશ્રી તેમજ મહાનુભાવોની ઉપસ્થિતિમાં કલીન ઇન્ડિયા મિશન લોન્ચીંગ તેમજ સ્વચ્છતાના શપથ લેવડાવવામાં આવ્યા હતા. શાળાઓના વિદ્યાર્થીઓ દ્વારા સ્વચ્છતા રેલી કાઢવામાં આવી હતી નવસારી જિલ્લા વહીવટીતંત્ર તથા પ્રવાસન નિગમના સંયુકત ઉપક્રમે ગાંધી ભજન અનુરાધા પોîડવાલ ગૃપ દ્વારા યોજાયો હતો. ભજનાવલિ કાર્યક્રમનો લાભ સૌઍ માણ્યો હતો.  

                આ પ્રસંગે નવસારી જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી ભીખુભાઇ આહિર, જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી ભુરાભાઇ શાહ, પ્રદેશ મંત્રી શ્રીમતી શીતલબેન સોની, નવસારી-વિજલપોર નગરપાલિકા પ્રમુખ શ્રી જીગીશભાઇ શાહ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી અર્પિત સાગર,  નવાસી અધિક કલેકટર શ્રી કે.પી.જોષી, જિલ્લા શિક્ષણાધિકારી શ્રી ચૌધરી, ડી.આઇ.જી.બીઍસફના અધિકારીશ્રી સહિત ગ્રામજનો ઉપસ્થિત રહયાં હતાં.

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM