સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તલોદ તાલુકામાં મંત્રી ગજેન્દ્રસિંહ પરમારની આગેવાનીમાં નીકળેલી જન આશીર્વાદ યાત્રાને સુંદર પ્રતિસાદ

અહેવાલ યુનુસભાઇ મેમણ,-તસવીર ઈકબાલભાઈ મેમણ સાબરકાંઠા

કેન્દ્ર ના મંત્રીઓની જન‌આર્શિવાદયાત્રા બાદ હવે ગુજરાત રાજ્ય ના મંત્રીઓ દ્ગારા જન‌આર્શીર્વાદયાત્રા નું આયોજન ગાંધીજયંતી ના દિવસથી કરવામાં આવતા આજે સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તલોદ વિસ્તારમાં સવારથી નિયત કાર્યક્રમ મુજબ ઘડકણથી મજરા તાજપુર પ્રાંતિજ ચંચળબાનગર સલાલ આપ સોનાસણ સાબરગ્રામ વિધાપીઠના સભાખંડમાં સભાના રૂપમાં મળી હતી.મંત્રી ગજેન્દ્રસિંહ પરમાર સાથે સંસદસભ્ય દિપસિહ રાઠોડ તેમજ માજી મંત્રી જયસિંહ ચૌહાણ અને તાલુકા ભાજપના કાર્યકરો જોડાયા હતા.તમામ વિસ્તારોમાં જન‌આર્શિવાદયાત્રા ને સુંદર પ્રતિભાવ સાંપડ્યો હતો .આ જલયાત્રા ને સંબોધતા મંત્રી શ્રી ગજેન્દ્રસિંહ પરમારે જણાવ્યું હતું કે ભારતીય જનતા પાર્ટી ની સરકારો દ્વારા છેવાડાના વાડાન માણસના વિકાસની ચિંતા કરવામાં આવે છે.કેન્દ્વ આને રાજ્ય સરકારની અનેકવિધ વિકાસલક્ષી યોજનાઓ નો ખ્યાલ આપી તેનો મહત્તમ લાભ લેવા તેમને અનુરોધ કર્યો હતો.કાર્યકરોનો ઉત્સાહ વધારવા મંત્રીશ્રી આને સંસદસભ્ય શ્રી એ વાતો કરી જનસેવાના લાગી જવા આહવાન કર્યું હતું.આ પ્રસંગે સાબરકાંઠા જિલ્લા પ્રભારી ભરતભાઈ આર્ય.. જિલ્લા ભાજપ પ્રમુખ જે.ડી પટેલ મહામંત્રી વિજયભાઈ પંડ્યા સહિતના ભાજપના કાર્યકરો એ સભાને સંબોધનો કર્યા હતા..

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM