કચ્છના પ્રવાસન સ્થળ માંડવી શહેરમાંથી ગાંધીધામ – નલિયા નેશનલ હાઇવે પસાર થતો હોવાથી વારંવાર શહેરમાં અકસ્માતો – ટ્રાફિક જામના બનાવોને કારણે માંડવી શહેરના લોકો આ નેશનલ હાઇવે બાયપાસ બંને તે માટેની માંગ લોક પ્રતિનિધિઓ પાસે કરતાં હોવાથી કેન્દ્ર સરકાર પાસે રજૂઆતો કરવામાં આવી હતી.કેન્દ્ર સરકારના ર્નિણયને આવકરતા સાંસદ વિનોદભાઇ ચાવડાએ જણાવ્યુ હતું કે, વીઆરટીઆઈથી શિતળા માતાના મંદિરના પાછળનાં ભાગથી કાઠડા જંકશન ત્રિવેણી સુધીના માર્ગને જાેડતો ૬ કિ.મી.નો નવો રસ્તો બનાવવામાં આવશે. કેન્દ્ર સરકારમાં આ બાબતે માર્ગ અને પરિવહન વિભાગમાં લેખિત – મૌખિક રજૂઆતોને ધ્યાને લઈ લીલી ઝંડી અપાઈ છે. સરકારી અને ખાનગી જમીનોની સંપાદન પ્રક્રિયા પૂર્ણ થયેલ હોવાથી બે વર્ષનાં સમયગાળામાં બાયપાસ રોડનું કામ થઈ જશે. માંડવીના જાગૃત ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજાએ પણ ગુજરાત સરકારમાં ભારપૂર્વક રજૂઆત કરતાં ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકારે તથા નેશનલ હાઇવે સંકલન કરી નગરજનોની ટ્રાફિક સમસ્યાનો કાયમી ઉકેલ આવેલ છે તેમ સાંસદે જણાવ્યું હતું. સાંસદ વિનોદભાઈ ચાવડા અને માંડવી – મુન્દ્રાના ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજાના પ્રયાસોથી બાયપાસ રોડની માંડવી તાલુકાની લાંબા સમયની માંગ સંતોષાઈ છે.


