જન આશીર્વાદ યાત્રા મહાકાળી માતા મંદિર, પાલજ ખાતેથી શરૂ થઈ શ્રી કમલમ સે-૨૧, ચંદ્ર સ્ટુડિયો, સે-૨૪, ઘ-૫ સર્કલ, પથિકાશ્રમ, ઘ-૨ સર્કલ, ઘ-૦ સર્કલ, ઇન્ફોસિટી, પંડિત દિનદયાલ સ્ટેચ્યુ થઈ સરદાર ચોક, કુડાસણ ખાતે પૂર્ણ થઈ.
જન આશીર્વાદ યાત્રાના સમગ્ર રૂટમાં ઠેરઠેર ભાજપા કાર્યકર્તાઓ, સમર્થકો, શુભેચ્છકોએ શ્રી જગદીશ પંચાલનું ઉમળકાભેર સ્વાગત કર્યું.
જનતાનું અભિવાદન જીલી ભાજપાની વિકાસલક્ષી અને રાષ્ટ્રવાદી રાજનીતિને સમર્થન કરી સતત આશીર્વાદ આપવા બદલ આભાર વ્યક્ત કરતા શ્રી જગદીશ પંચાલ.
ગાંધીનગર મહાનગર ભાજપા મીડિયા વિભાગની અખબારી યાદી જણાવે છે કે, રાજ્યભરમાં સરકારના મંત્રીશ્રીઓની જન આશીર્વાદ યાત્રાના આયોજનના ભાગરૂપે તા. ૮ ઓક્ટોબર ૨૦૨૧, શુક્રવારના રોજ ગાંધીનગર મહાનગર ખાતે રાજ્ય સરકારના મંત્રીશ્રી જગદીશ પંચાલની જન આશીર્વાદ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મહાનગર ભાજપા પ્રભારીશ્રી મોહનલાલ પટેલ, અધ્યક્ષશ્રી ઋચિર ભટ્ટ, મહામંત્રીશ્રીઓ, સંગઠનના હોદ્દેદારો, અગ્રણીશ્રીઓ, સંબંધિત વોર્ડના કોર્પોરેટરશ્રીઓ, કાર્યકર્તાઓ યાત્રા દરમિયાન સાથે જોડાયા હતા. શ્રી જગદીશ પંચાલની જન આશીર્વાદ યાત્રા મહાકાળી માતા મંદિર, પાલજ ખાતેથી શરૂ થઈ શ્રી કમલમ સે-૨૧, ચંદ્ર સ્ટુડિયો, સે- ૨૪, ઘ-૫ સર્કલ, પથિકાશ્રમ, ઘ-૨ સર્કલ, ઘ-૦ સર્કલ, ઇન્ફોસિટી, પંડિત દિનદયાલ સ્ટેચ્યુ થઈ સરદાર ચોક, કુડાસણ ખાતે પૂર્ણ થઈ હતી. યાત્રાના સમગ્ર રૂટ દરમિયાન ઠેરઠેર ભાજપા કાર્યકર્તાઓ, સમર્થકો, શુભેચ્છકોએ શ્રી જગદીશ પંચાલનું મોમેન્ટો તેમજ પુષ્પગુચ્છથી ઉમળકાભેર સ્વાગત કર્યું હતું અને તેમને આવકાર્યા હતા. મંત્રીશ્રી જગદીશ પંચાલે જનતાનું અભિવાદન જીલી ભાજપાની વિકાસલક્ષી અને રાષ્ટ્રવાદી રાજનીતિને સમર્થન કરી સતત આશીર્વાદ આપવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો. શ્રી જગદીશ પંચાલે જણાવ્યું હતું કે, ગુજરાતની પવિત્ર ધરતીના પનોતા પુત્રો પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રીશ્રી અમિતભાઇ શાહના વડપણ હેઠળ કેન્દ્ર સરકાર દ્વારા અને મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ ગુજરાતની રાજ્ય સરકાર દ્વારા જનહિતના અનેક નિર્ણયો લેવાઈ રહ્યા છે જેનો સીધો લાભ જનતાને મળી રહ્યો છે. આજે ભાજપાના શાસનમાં દેશ વિકાસમાં અગ્રેસર અને સુરક્ષિત બન્યો છે. ગુજરાતમાં છેલ્લા ૨૫ વર્ષથી ભાજપાની સરકાર દરમિયાન અનેક વિકાસના કાર્યો થયા છે અને બદલાતા ગુજરાતને જનતાએ પ્રત્યક્ષ રૂપથી અનુભવ્યું છે માટે જ જનતા સતત ભાજપને આશીર્વાદ આપી સુકાન સોંપી રહી છે. તેમણે મહાનગરપાલિકાની ચૂંટણીમાં ઉત્કૃષ્ટ કામગીરી કરવા બદલ મહાનગર ભાજપા અધ્યક્ષશ્રી ઋચિર ભટ્ટ સહિત સંગઠનની ટીમ, કાર્યકર્તાઓ અને નવા ચૂંટાયેલા સૌ નગરસેવકોને અભિનંદન પાઠવ્યા હતા.




