અમદાવાદમાં જીએમડીસી ઓડિટોરિયમમાં અચલા એજ્યુકેશન ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા વાચકાર્પણ સમારોહ કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રૂપાલાના અધ્યક્ષ સ્થાને યોજાયો.

રિપોર્ટ.. ડેવિડ પટેલ.

આ પ્રસંગે ચાર પુસ્તકોનું વિમોચન પણ કરવામાં આવ્યું હતું. ડોક્ટર મફતલાલ પટેલ લીખિત ગાંધીજીની શિક્ષણયાત્રા અને નમાવી દેવી નર્મદે બંને પુસ્તકોનું વિમોચન કરવામાં આવ્યું હતું, સાથે ગ્રંથ વૈભવ પુસ્તકનું વિમોચન પણ મંત્રીના હસ્તે કરવામાં આવ્યું હતું.
સાથે જ ડોક્ટર અનિલા પટેલ લિખિત ડોક્ટર મફતલાલ પટેલના સેવા કાર્યોના સો પ્રેરક પ્રસંગોનો સંપૂટ સેવાની સોનોગ્રાફી પુસ્તકનું વિમોચન પણ કરવામાં આવ્યું હતું. કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રૂપાલાએ જણાવ્યું હતું કે ગાંધીજી એક એવું વ્યક્તિત્વ હતા કે જેમને આઝાદીની સાથે સાથે લોકોને સ્વચ્છતાની ચળવળમાં પણ જોડ્યા હતા. ગાંધીજી એ સમયમાં જ્યારે કોમ્યુનિકેશનના કોઈ સાધન ન હતા, ઇન્ટરનેટ પણ ન હોતું, ના સોશિયલ મીડિયા હતા કે ના અન્ય કોઈ સાધનો એવા સમયમાં પણ દેશભરના લોકોને આઝાદીની ચળવળમાં જોડ્યા હતા. આજેપ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દેશભરમાં સ્વચ્છતા અભિયાન ચલાવી રહ્યા છે અને દેશના લોકોને સ્વચ્છતા અભિયાનમાં જોડી રહ્યા છે. કોઈએ કલ્પના પણ નહોતી કરી કે કોઈ દેશની સરકાર શૌચાલય માટે દેશભરમાં ઝુંબેશ ચલાવશે. આજે દરેક ઘરમાં શૌચાલય બને તે માટે સરકાર કામ કરી રહી છે તમે જો કોઈ વિચાર લઈને મહેનત કરો છો તો તેમાં સફળજરૂર થાવ છો.
આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રૂપાલાએ ડોક્ટર મફતભાઈ સાથેના સંબંધની વાત કરતાં જણાવ્યું હતું કે તેમની સાથે સંબંધો ખૂબ જ જૂના છે ભારતીય જનતા પાર્ટીના કાર્યક્રમમાં તેમની સાથે મળતા હતા. જ્યારે મેં ગુજરાતમાં ટિફિન બેઠકની શરૂઆત કરી હતી ત્યારે પણ તેઓ અનિલા બેન સાથે ટિફિન બેઠકમાં આવ્યા હતા. મફતભાઈએ ગાંધીજી ઉપર ઘણું બધું લખ્યું છે અને પોતાના જીવનમાં પણ ઉતાર્યું છે. મફતભાઈને કદી વિપરીત પરિસ્થિતિમાં પણ હિંમત હારતા નથી જોયા તેઓને સદા હસતા જોયા છે. મફતભાઈના પુસ્તકો લખવામાં તેમના પુત્ર સંજય અને પુત્રી અનાર પણ ટેકો આપીને ઉત્તમ કામ કરી રહ્યા છે. જે અભિનંદનને પાત્ર છે.
આ પ્રસંગે ગ્રંથ વૈભવમાં લેખ લખનાર યુવા લેખકોનું પણ સન્માન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં પૂર્વ શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, વરિષ્ઠ પત્રકાર દેવેન્દ્રભાઈ પટેલ, ડોક્ટર હરીસિંહ ગૌર, સેન્ટ્રલ યુનિવર્સિટી મધ્યપ્રદેશના કુલાધિપતી ડોક્ટર બળવંત જાની સહિત શિક્ષણ ક્ષેત્ર સાથે સંકળાયેલા શિક્ષણવિદો ઉપસ્થિત રહ્યા હતા.


KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM