મહેસાણામાં પૂર્વ ગૃહ મંત્રી શ્રી રજનીભાઇ નવરાત્રી મહોત્સવ ની મુલાકાતે.

મહેસાણા શહેરમાં આજ ની રાત્રે માનનીય પૂર્વ ગૃહમંત્રી શ્રી રજનીભાઈ એ સોસાયટીઓમાં મુલાકાત કરીને નવરાત્રી મહોત્સવને માણ્યો. તેમની સાથે મહેસાણા જિલ્લાના શિક્ષણ સમિતિના ચેરમેન મુકેશભાઈ પટેલ પણ હાજર રહ્યા હતા. સાથે યુવા મોરચાના પ્રમુખ અને ભાજપના કાર્યકર્તાઓ એ હાજર રહીને ખેલૈયાઓનો ઉત્સાહ વધાર્યો તેમજ તેમણે મહેસાણાની મોટામાં મોટી ટાઉનશીપ તિરુપતિ શાહિબાગ માં હાજરી આપી. અમારા કમલમ ન્યૂઝ ના નોર્થ ગુજરાત ચીફ ડેવિડભાઈ પટેલે હાજર રહી રજનીભાઈ ને કમલમ ન્યુઝ વિશે માહિતી આપી. તેમણે વિશેષમાં જણાવ્યું કે ગાંધીનગરથી પ્રસ્તુત થતુ અખબાર રાજ્ય સરકાર ની વિકાસગાથા નું ભાથું છે. તેમજ માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી ના વિકાસ ને, ગતિશીલ કાર્યને હર હંમેશ વાચા આપવાનું કાર્ય અમારું અખબાર કરી રહ્યું છે.
રિપોર્ટ… વિશ્વાસ પટેલ.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *