રિપોર્ટ ડાંગ અમરનાથ જગતાપ
કમિશનર યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ ગાંધીનગર આયોજિત ડાંગ જિલ્લા રમત-ગમત કચેરી આહવા- ડાંગ સંચાલિત આઝાદીકા અમૃત મહોત્સવ નિમિતે “સુબીર તાલુકા કક્ષા અનુસૂચિત જન જાતિના યુવક-યુવતિઓ માટે વ્યક્તિત્વ વિકાસ અને યોગાસન તાલીમ શિબિર” નું આયોજન – સુબીર તાલુકાના ઊ.બુ. આશ્રમ શાળા ઊ.મા.શાળા, શિંગાણા ખાતે તારીખ 11/ 10/ 21 થી 14/10/21 દરમ્યાન કરવામાં આવ્યું.
આ શિબિરના ઉદ્ઘાટન સમારોહમાં જિલ્લા રમત-ગમત કચેરી ના યુવા પ્રાંત વિકાસ અધિકારી આર એન તડવી આહવાના યોગ શિક્ષક શ્રી દત્તાત્રેય મોરે, વ્યક્તિત્વ વિકાસના વક્તા શ્રી વિવેક sarkate તથા શાળાના ઈન્ચાર્જ આચાર્ય અેસ. જે.રાણા અને શાળા પરિવાર ના તમામ શિક્ષકોની પરિસ્થિતિમાં યોજાયો.આ કાર્યક્રમની શરૂઆત પ્રાર્થનાથી કરવામાં આવી અને મહેમાનોના સ્વાગત બાદ રમતગમત કચરીની પ્રવૃત્તિ વિશે વિસ્તૃત માહિતી તડવી અે આપી. આ કાર્યક્રમનું સંચાલન શ્રીમતિ અમિતાબેન ગામીતે કરી, જ્યારે આભાર વિધિ આચાર્ય અે કરી હતી. વ્યક્તિત્વ વિકાસ અને કારકિર્દી અંગે બોલતા આહવાના શ્રી વિવેક સરકાટે જણાવ્યું કે,” જે ક્ષેત્રમાં આપણે જેમા સારા હોઈએ તેમાં નો શ્રેષ્ઠ બનો, શ્રેષ્ઠ બનવા આયોજન જરૂરી છે. આયોજનથી અશક્ય કાર્ય પણ શક્ય બને છે. પરિણામ સમય અને પરિસ્થિતિ પર આધારિત હોય છે. પણ જો આયોજન હોય તો ગમે તે શક્ય છે. આયોજન શક્ય છે ગમે તે જે ગમે તે જ કરો. સારી કારકિર્દીથી જ નહી પણ જીવન પણ સારું જીવાય એવું કાર્ય ક્ષેત્ર પસંદ કરી સ્વીકારો.” જયારે યોગશિક્ષક શ્રી દત્તાત્રેય મોરે અે રમતગમતની વાર્ષિક પ્રવૃત્તિઓની સંપૂર્ણ માહિતી આપી, ને યોગ વિશે વિસ્તૃત આપતા જણાવ્યું કે,” માનવીને એક ભૌતિક શરીર નહીં પણ સાત શરીર ધરાવે છે. પોઝિટિવ – નેગેટિવ vibration ની વાત કરી, અને તેના દ્વારા રોગ મુક્ત કેવી રીતે થવાય તેને વિગતો ને પ્રેકટીકલ જણાવ્યા હતા. તથા પ્રાણશરીર નિદર્શન નો પ્રયોગ પણ કરીને બતાવી હતો. શિબિરના તમામ વિદ્યાર્થીએ પોતાના ના પ્રાણશરીરના દર્શન કર્યા હતા.
આ શિબિરમાં કોચ તરીકે ડી.બી. મોરે, છગનભાઈ ચોર્યા તથા સીંગાણાના મિતેશભાઇ ચોર્યા ની સેવા પ્રાપ્ત થઇ છે. આ કાર્યક્રમ શાળાના આચાર્ય હિતેશ જોશી ના માર્ગદર્શન હેઠળ સફળ રહ્યો હતો.
આ શિબિરનું આયોજન અને શિબિરમાં ભાગ લેનાર તમામને જિલ્લા શિક્ષણાધિકારી એમ.સી. ભૂસારાએ અભિનંદન આપ્યા હતા.ભાગ લેનાર તમામ 45 શિબિરાર્થીઓ ને પ્રમાણપત્ર મળશે.


