આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત “ફિલાટેલી ડે”  નિમિત્તે ગુજરાત પૉસ્ટલ સર્કલ દ્વારા ક્રાંતિવીરોની સ્મૃતિમાં ટપાલ ટિકિટ બહાર પાડવામાં આવી

ગુજરાત પોસ્ટલ સર્કલ દ્વારા “ફિલાટેલીડે” નિમિત્તે ગુજરાત ના ક્રાંતિવીરો પર ટપાલ ટિકિટ બહાર પાડવામાં આવી હતી. “આઝાદી કા અમૃત મહોત્સવ” અંતર્ગત કેન્દ્રીય સંચારમંત્રી શ્રીદેવુસિંહ ચૌહાણ ની વર્ચ્યૂઅલ ઉપસ્થિતિમાં બહાર પાડવામાં આવેલી ટપાલ ટિકિટ માં પોરબંદર,  સુરેન્દ્રનગર અને સુરત જિલ્લાના ક્રાંતિવીરોનો સમાવેશ થાય છે. આ ટપાલ ટિકિટમાં પોરબંદરના શ્રી શામળદાસ ગાંધી, સુરેન્દ્રનગરના શ્રી સ્વામી આનંદ અને શ્રી સરદારસિંહ રાણા અને સુરતના  શ્રી મહાદેવભાઈ દેસાઈ તેમ જ શ્રી  પોપટલાલ વ્યાસ અને તેમના ધર્મપત્નિ શ્રી સર્યૂબેન વ્યાસનો સમાવેશ થાય છે. પૉસ્ટ વિભાગે ગુજરાતના આ ક્રાંતિવીરોની ટપાલ ટિકિટ બહાર પાડી તેમને અનોખી રીતે અંજલી અર્પી હતી.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *