૧૪ થી ૩૫ વર્ષની વયમર્યાદા ધરાવતા અનુસુચિત જાતિ/અનુસુચિત જનજાતિના યુવક-યુવતીઓ માટે ખડક ચઢાણ બેઝિક તાલીમ કોર્ષની તાલીમમાં જોડાવા તા.૨૫ મી સુધીમાં મંગાવાયેલી અરજીઓ

રાજપીપલા

રાજયના અનુસૂચિત જાતિ (SCSP) તેમજ અનુસૂચિત જનજાતિ (આદિજાતિ) ના ૧૪ થી ૩૫ વર્ષની વયમર્યાદા ધરાવતા યુવક-યુવતીઓ સાહસિક બને અને કુદરતી વાતાવરણમાં તેઓની શક્તિ ખીલવે તે હેતુથી રાજય સરકાર ધ્વારા ખડક ચઢાણ બેઝિક તાલીમ કોર્ષની તાલીમ ૧૦ (દસ) દિવસ માટે આપવાનું નક્કી કર્યું છે.   તદ્અનુસાર, રાજય સરકારના કમિશ્નર, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, ગાંધીનગર ધ્વારા રાજય સરકારના ખર્ચે ૧૦ (દસ) દિવસનો ખડક ચઢાણ બેઝિક તાલીમ કોર્ષ આગામી નવેમ્બીર/ડિસેમ્બાર- ૨૦૨૧ ના રોજ સ્વામી વિવેકાનંદ પર્વતારોહણ સંસ્થા અને માઉન્ટ આબુ ખાતે યોજવામાં આવનાર છે, જેમાં પસંદ થયેલ ૧૦૦ બાળકોને ભાગ લેવાની તક આપવામાં આવશે.    માત્ર અનુસૂચિત જાતિ/અનુસૂચિત જનજાતિના યુવક-યુવતીઓ માટે કે જેઓ તા.૩૧/૧૨/૨૦૨૧ ના રોજ ૧૪ થી ૩૫ વર્ષની વયમર્યાદા ધરાવતા હોય તેવા અને આ કાર્યક્રમમાં ભાગ લેવા ઇચ્છતા હોય તેઓએ પોતાનું પુરૂનામ, સરનામું, જન્મવનો પુરાવો, શૈક્ષણિક લાયકાત, જાતિનું પ્રમાણપત્ર, આધારકાર્ડ, NCC/NSS, રમતગમત, સાહસીક પ્રવૃતિઓ, મેડીકલ પ્રમાણપત્ર, વાલીનું સંમતી પત્રકની વિગતો સાથેની પોતાની અરજી નિયત નમુનાના ફોર્મમાં સંપૂર્ણ વિગતો ભરીને આધાર-પુરાવા સાથે જિલ્લા રમત-ગમત અધિકારીશ્રીની કચેરી, જિલ્લા સેવાસદન -૨ ,જોરાવર પેલેસ કમ્પાઉન્ડ, પાલનપુર ખાતે તા.૨૫/૧૦/૨૦૨૧ સુધીમાં ભરીને મોકલી આપવાનું રહેશે. જે માટેનુ ફોર્મ જિલ્લા રમત-ગમત અધિકારીની કચેરી, જિલ્લા સેવા સદન બીજો માળ, રૂમ નં. ૨૧૭, નર્મદા-રાજપીપલા ખાતેથી મેળવી લેવાનું રહેશે.                શિબિર દરમિયાન નિવાસ, ભોજન, શિબિર સ્થળે આવવા જવાનો પ્રવાસ ખર્ચ તેમજ ભાગ લેવા બદલ પ્રમાણપત્ર રાજય સરકારશ્રી ધ્વારા આપવામાં આવશે. આ કાર્યક્રમમાં પસંદ થનાર બાળકોને પત્ર ધ્વારા / મોબાઇલ / ઇ-મેઇલ ધ્વારા જાણ કરવામાં આવશે. પસંદ થનારને જિલ્લા રમત-ગમત અધિકારી, બનાસકાંઠા મારફત જાણ કરવામાં આવશે.         કોઇપણ બાબતની પૃચ્છા સંબંધમાં જિલ્લા રમત-ગમત અધિકારી, બનાસકાંઠા ઓફિસ નંબર -૦૨૭૪૨-૨૫૩૮૩૦ તેમજ ઇમેઇલઃ- dsobanaskantha06@gmail.com ઉપર સંપર્ક સાધવા શ્રી પી.એ.હાથલીયા, જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રી, જીલ્લા રમત-ગમત અધિકારીની કચેરી, રાજપીપલા-નર્મદા તરફથી એક અખબારી યાદીમાં જણાવાયું છે.

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM