
હે… માં ભક્તિ મે વો શક્તિ દે કોરોના સે મુક્તિ હે દે…
રીપોર્ટ : હસુ ઠક્કર
તા. ૫ .માતાના મઢ… કોરોના એ જ્યારે સમગ્ર દેશ અને દુનિયામાં કાળો કેર વર્તાવ્યો છે અને અસંખ્ય લોકો ઝપેટ મા આવી રહ્યા છે ત્યારે સંતો મહંતો ની આ ભારત ભૂમિ પર પૂજા, અર્ચના યજ્ઞ વિગેરે ધાર્મિક વાતાવરણ ઊભું થઈ રહ્યું છે ત્યારે આદ્યાત્મિક જીવનશૈલી અને ભારતીય સંસ્કૃતિ અનુરૂપ ભારત ના વડા પ્રધાન શ્રી નરેન્દ્ર ભાઈ મોદી , હોમ મિનિસ્ટર અમિતભાઈ શાહ , ગુજરાત ના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી વિગેરે રાજકીય મહપુરૂષો દેવી – દેવતાઓ ના સાનિધ્ય મા રહી કોરોના ના કપરા સમયમાં લોકહિત ના કાર્યો કરી રહ્યા છે ત્યારે આજરોજ ગુજરાત ના ગૃહમંત્રી શ્રી પ્રદીપસિંહ જી જાડેજા ગઈ કાલ સાંજ થી કચ્છ ની મુલાકાતે આવ્યા છે પ્રથમ કટારિયા ગમે તેમના કુળદેવી મોમાય માં ના દર્શન કરી રાત્રે ભુજ પહોંચ્યા હતા રાત્રે રાજ્ય મંત્રી વાસણભાઈ આહીર , સાંસદ વિનોદભાઇ ચાવડા તથા બીજેપી પ્રમુખ શ્રી કેશુભાઈ પટેલ તેમને આવકાર્યા હતા
આજે સવારે તેઓ
માતાના મઢ દર્શનાર્થે પોહચ્યાં હતા ત્યાં તેમનું ભાવભર્યુ સ્વાગત અને સન્માન જાગીરના મહંત યોગ્નેન્દ્રસિંહજી રાજાબાવા
ટ્રસ્ટીઓ ખેંગરજીભાઈ જાડેજા, પ્રવિણસિંહ વાઢેર વિગેરે જાગીર વતી તેમને સન્માન્યા હતા આ પ્રસંગે સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડા , પ્રદ્યુમ્નસિંહજી જાડેજા, તેમની સાથે ઉપસ્થિત રહ્યા હતા
