અરવલ્લી જીલ્લા કલેકટરશ્રીની અધ્યક્ષતામાં મોડાસાની ન્યૂ લીપ સ્કૂલ ખાતે બ્લડ ડોનેશન કૅમ્પ યોજાયો

        સમગ્ર ગુજરાત રાજ્યમાં “પોલીસ સ્મૃતિ દિવસ નિમિત્તે” દરેક જીલ્લાના વર્ષ દરમિયાન શહીદ થયેલ પોલીસ કર્મીઓને દર ૨૧ ઓક્ટોબરના રોજ શ્રદ્ધાસુમન અર્પણ કરવામાં આવે છે. તેમજ તેમની યાદમાં બે મિનિટનું મૌન પાળવામાં આવે છે.

         જે અંતર્ગત 21 ઓક્ટોબરના રોજ “પોલીસ સ્મૃતિ દિવસ નિમિત્તે” અરવલ્લી મોડાસાની ન્યૂ લીપ સ્કૂલ ખાતે જીલ્લા કલેકટરશ્રી નરેન્દ્રકુમાર મીનાની અધ્યક્ષતામાં અરવલ્લી જિલ્લા પોલીસ વિભાગ દ્વારા તેમજ ઇન્ડિયન રેડક્રોસ સોસાયટીના સહયોગથી બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો હતો. આ કાર્યક્રમ નિમિત્તે જીલ્લા કલેકટરશ્રી ડૉ. નરેન્દ્રકુમાર મીનાએ પોલીસ કર્મચારીઓને શુભેચ્છાઓ આપતા જણાવ્યું હતું કે,  માનવતાના ભાવે કરવામાં આવતા કાર્યમાં સમાજમાં અને નાગરિકોમાં જાગૃતતા આવે અને તેઓ પણ રક્ત દાન કરી કોઈકને નવું જીવન અર્પી શકે છે. તેમજ તેમણે વધુમાં જણાવ્યું કે, ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી નવીન બ્લડ બેંક નું ટૂંક સમયમાં નિર્માણ થશે તેવી બાંહેધરી આપી. પોલીસ કર્મચારીશ્રીઓને સૂચન કર્યું કે જનતા અને નાગરિકોની અપેક્ષા પર ખરા ઉતરવું જોઈએ તથા બને એટલા લોકોને મદદરૂપ થવું જોઈએ .અંતે તેમને કહ્યું અરવલ્લી જિલ્લાના વિકાસમાં આગામી સમય માં ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી સાથે મળી જિલ્લાનું ઉત્તમ વિકાસ થાય તેવા કાર્યો કરીશું. આ દિન નિમિત્તે પોલીસે વડાશ્રી સંજય ખરાતએ જણાવ્યું કે પોલીસના શહીદ દિન નિમિત્તે રક્તદાન કરી શ્રદ્ધાંજલિ આપવી એજ શહીદોને સાચી શ્રદ્ધાંજલિ છે. આ કાર્યક્રમ નિમિત્તે અમદાવાદ શાખાના ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટીના જનરલ સેક્રેટરી ડૉ. વિશ્વાસ અમીનએ રેડ ક્રોસ સોસાયટી વિશે ટૂંકમાં માહિતી આપી. જે લોકોએ તેમને સાથ સહકાર આપ્યો તેમનો આભાર માન્યો હતો. તેમજ ‘સાંભળે અરવલ્લી’ સાંભળવાની સમસ્યાનું સમાધાન આવે તે માટે એક નવી પહેલ શરૂ કરી છે તેની વિસ્તૃત માહિતી આપી અને કોઈ પણ સંજોગોમાં લોહીની જરૂરિયાત ઉભી થાય ત્યારે સમયસર રક્ત તેમના સુધી પોહચે તે માટેની સગવડ નાગરિકજનો સુધી પોહચે તેવી વાત લોકો સમક્ષ રજુ કરી હતી. વધુમાં શ્રી કનુભાઈ પટેલે પણ જણાવ્યું કે, અરવલ્લી જિલ્લાના પોલીસ કર્મચારીઓ જે રીતે જીવનું જોખમ મૂકી રાષ્ટ્રને પ્રથમ રાખી અને એમની કારકિર્દી પૂર્ણ કરે છે તેવું ઉત્તમ ઉદાહરણ આપી પોલીસ કર્મચારીઓની કામગીરીને બિરદાવી હતી.      આ કાર્યક્રમ અંતર્ગત જન્મથી પૂર્ણ બેહરાશ ધરાવતા હોય તેવા પાંચ બાળકો આગામી સમયમાં સાંભળી શકે તે માટે હીયર ડિવાઇસ એનાયત કરવામા આવ્યા હતા. તેમજ કોરોના કાળ દરમિયાન જે પોલીસ કર્મચારીશ્રીઓએ સમાજ તેમજ નાગરિકોની સેવા કરી અને ઉત્તમ કામગીરી કરી હોય એવા પોલીસ કર્મચારીઓને સન્માન પત્ર આપી તેમની કામગીરીને બિરદાવામાં આવી હતી.સમગ્ર કાર્યક્રમ નું સંચાલન ડૉ. જયેન્દ્ર પંડયા ઘ્વારા કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમ માં શાહિદ થયેલા પોલીસ જવાનો ને યાદ કરી બે મિનિટ નું મૌન રખાયું હતું. અંતે રાષ્ટ્રગાન કરી કાર્યક્રમ પૂર્ણ કરાયો હતો.     આ કાર્યક્રમમાં અરવલ્લી જિલ્લા પોલીસ વડાશ્રી સંજય ખરાત, શ્રી કનુભાઈ પટેલ , ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી અમદાવાદ શાખાના જનરલ સેક્રેટરીશ્રી ડૉ. વિશ્વાસ અમીન, ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી અરવલ્લી જિલ્લા શાખાના ચેરમેનશ્રી ભરતભાઈ પરમાર તેમજ મોટી સંખ્યામાં પોલીસ કર્મચારીશ્રીઓ તેમજ ઇન્ડિયન રેડ કોર્સ સોસાયટીના યુથ રેડ ક્રોસના યુવાઓ ઉપસ્થિત રહ્યા હતા.

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM