એકભારત શ્રેષ્ઠ ભારત અંતર્ગત જામનગર જિલ્લામા શેરી નાટકો યોજાયા

જામનગર ( ભરત ભોગાયતા)

“એક ભારત, શ્રેષ્ઠ ભારત” ભારત સરકારના રિજનલ આઉટરિચ બ્યુરો(સોંગ એન્ડ ડ્રામા યુનિટ)ની રજીસ્ટર સંસ્થા જવનીકા આર્ટ ફાઉન્ડેશન-ગાંધીનગર તરફથી સરકારશ્રીના *આઝાદીના અમૃત મહોત્સવ* અંતર્ગત જામનગર જિલ્લાના નાઘેડી, મોખાણા, આમરા, મોરકંડા, ઠેબા, હાપા જેવા ગામોમાં શેરીનાટકોના ભવ્ય કાર્યક્રમોનું આયોજન ભારત સરકાર તરફથી યોજાયું, જેમાં *એક ભારત શ્રેષ્ઠ ભારત* ની વિસ્તૃત માહિતી આપવામાં આવી. જવનીકા આર્ટ ફાઉન્ડેશનના લીડર શ્રી ઈશ્વરભાઈ પટેલ સાથે વાત કરતાં તેમણે જણાવ્યું કે શેરીનાટક એ એક લાઈવ માધ્યમ હોઈ ખુબજ અસરકારક માધ્યમ સાબિત થયું છે. સરકારશ્રીની જુદી જુદી યીજનાઓની માહિતી અસરકારક રીતે આ માધ્યમથી પહોંચાડી શકાય છે. જેના માટે સરકારશ્રી ના સોન્ગ એન્ડ ડ્રામા યુનિટના ઉત્તમ અને રજીસ્ટર્ડ કલાકારો ખૂબ જ છે. સરકારશ્રી આ જુદી જુદી કલાઓના માધ્યમથી ઘણી બધી યોજનાઓને લોકો સુધી અસરકારક રીતે પહોંચાડીને લોક જાગૃતિનું ઉત્તમ કાર્ય કરી શકે છે.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *