કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં અમૂલફેડ ડેરીન આધુનિકતમ સુવિધાઓથી સજ્જ દૈનિક 150 મેટ્રિક ટનની ક્ષમતા ધરાવતા મિલ્ક પાવડર પ્લાન્ટ, બટર પ્લાન્ટ, પેકેજિંગ ફિલ્મ પ્લાન્ટ તથા ઓટોમેટિક રોબોટિક સ્ટોરેજ અને રિટ્રાઇવલ સિસ્ટમનું ઉદ્ઘાટન કર્યું


કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે અમૂલને દૂધ પૂરું પાડનારી સૌથી મોટી દૂધ ઉત્પાદક પ્રગતિશીલ મહિલાઓને સન્માનિત પણ કરી

દેશના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળમાં જ આ મોડેલને પારખી લીધુ હતું કે આટલી મોટી વસતિ ધરાવતા દેશમાં જો સર્વેને સ્પર્શે, સર્વસમાવેશક એવું આર્થિક વિકાસનું જો કોઇ મોડેલ હોય તો તે માત્ર ને માત્ર સહકારનું મોડેલ જ હોઇ શકે

આ કારણે જ મોદીજીએ ભારત સરકારમાં સહકાર મંત્રાલય શરૂ કર્યું છે અને હવે સહકારના માધ્યમથી દેશના કૃષિ અને તેને સંલગ્ન સેવાઓમાં જોડાયેલા કરોડો ભાઈઓ અને બહેનો સુધી આર્થિક લાભ અને અર્થતંત્રને પહોંચાડવાનું કામ સહકારના માધ્યમથી શરૂ થયું છે

સહકાર એ કોઇ નવો વિચાર નથી. આપણા દેશમાં આ વિચારને 110 વર્ષ વિતી ગયા છે

અમૂલ પોતાનું 75મું વર્ષ ઉજવી રહ્યું છે, સરદાર પટેલજી અને ત્રિભુવનદાસજીએ ખેડૂતો તથા મજૂરોના શોષણ વિરુદ્ધ સ્વર બુલંદ કરવા માટે આની કલ્પના કરી હતી અને જોતજોતામાં જ 21 ગામથી શરૂ થયેલું દૂધનું આંદોલન આજે 36 લાખ પરિવાર સુધી પહોંચી રહ્યું છે, અમૂલ ગુજરાતનું ગૌરવ છે

જ્યારે મોદીજીએ સહકાર મંત્રાલયની રચના કરી ત્યારે ઘણાં લોકોએ કેટલાય સવાલ ઊભા કર્યાં હતાં કે આ મંત્રાલય શું કરશે

સહકારમાં દેશના અર્થતંત્રને નવી ગતિ પ્રદાન કરવાની ક્ષમતા છે જ, ઉપરાંત આ ક્ષેત્રનો દેશના તમામ લોકોને સમૃદ્ધ કરવાનો ધ્યેય પણ છે

અમૂલ તેનું જીવંત ઉદાહરણ છે. જો ૩૬ લાખ બહેનો સખત મહેનત અને પારદર્શિતા સાથે મળીને કામ કરે તો શું થઈ શકે છે તેનું ઉદાહરણ આપણી સમક્ષ છે

બની શકે છે આપણી ક્ષમતા ઓછી હોય, આપણે વધુ ભણેલા ગણેલા ન હોઇએ, આપણી પાસે વધુ મૂડી ન હોય, પરંતુ આપણી સંખ્યા ઘણી વધારે છે. અમે જો બધા એકજૂટ થઈ જઈએ તો ઘણી સમસ્યાઓનું સમાધાન આવી શકે છે
દેશમાં એક બહુ મોટી સમસ્યા છે. ખાતરને કારણે આપણી જમીન બગડી રહી છે, ઉત્પાદક્તા ઘટી રહી છે, ખાતર શરીરને પણ બગાડી રહ્યું છે

ઓર્ગેનિક કૃષિ પેદાશ શરીર, ભૂમિ અને જળને બચાવે છે અને દેશના ખેડૂતોએ હવે એ દિશામાં આગળ વધવું પડશે

દેશના ખેડૂતો આ વાતને સમજે છે, સ્વીકારે છે અને ઘણા બધા પ્રગતિશીલ ખેડૂતોએ આ વાત સ્વીકારી પણ લીધી છે. બીજા કેટલાક લોકો પણ ઓર્ગેનિક ખેતી તરફ આગળ વધી રહ્યાં છે

ઓર્ગેનિક ઉત્પાદનના માર્કેટિંગ માટે ચેઇનની સ્થાપના કરવી, માળખાકીય સુવિધાઓ સ્થાપવી અને ગ્રાહકોને ભરોસો અપાવવો, આ પ્રકારે વૈજ્ઞાનિક ટેકનીક વિકસાવવી જરૂરી છે

પ્રધાનમંત્રી જીએ આઝાદીના અમૃત મહોત્સવના આ વર્ષને સંકલ્પના વર્ષ તરીકે જાહેર કર્યું છે

આપણે આઝાદીના 75માં વર્ષમાં છીએ, 25 વર્ષ બાદ આઝાદીની શતાબ્દી આવશે ત્યારે દેશનું દરેક ક્ષેત્ર એ સમયે ક્યા ઊભું હશે તેનો સંકલ્પ કરવાનું આ વર્ષ છે

સહકારની સફળતાના જે કંઈ મોડેલ છે, સક્સેસ સ્ટોરી છે તેની સંખ્યા વધારવાની તેમજ ઘણાં બધા લોકોને સહકારની છાયા હેઠળ લાવવાની જરૂર છે

જ્યારે નાના નાના લોકોને ભેગા કરીને એક પ્રચંડ શક્તિનું નિર્માણ થતા આપણે જોઇએ છીએ ત્યારે ખબર પડે છે કે નાના નાના લોકોની ક્ષમતા શું હોય છે અને રાષ્ટ્રના નિર્માણમાં તે કેવડું મોટું યોગદાન આપી શકે છે
કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે શનિવારે ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં અમૂલફેડના આધુનિકતમ સુવિધાઓ વડે સજ્જ દૈનિક 150 મેટ્રિક ટનની ક્ષમતા ધરાવતા મિલ્ક પાવડર પ્લાન્ટ, બટર પ્લાન્ટ, પેકેજિંગ ફિલ્મ પ્લાન્ટ તથા ઓટોમેટિક રોબોટિક સ્ટોરેજ અને રિટ્રાઇવલ સિસ્ટમનું ઉદઘાટન કર્યું હતું. કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે અમૂલને દૂધ પૂરું પાડનારી સૌથી મોટી દૂધ ઉત્પાદક પ્રગતિશીલ મહિલાઓને સન્માનિત પણ કરી હતી. આ અવસરે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ અને અમૂલના અધ્યક્ષ શ્રી શામળભાઈ બી. પટેલ સહિત અનેક પ્રતિષ્ઠિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતાં.

કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રીએ આ અવસરે પોતાના સંબોધનમાં કહ્યું કે આજે અહીં અમૂલના વિસ્તાર, વિકાસ અને અલગ અલગ સ્થળે જુદા જુદા ક્ષેત્રોમાં દેશ તથા અમૂલની પોતાની જરૂરિયાત પૂરી કરવા માટે ઘણાં કાર્યક્રમ રાખવામાં આવ્યાં છે. અહીં લગભગ રૂ. 280 કરોડના ખર્ચે બનેલા મિલ્ક પાવડર પ્લાન્ટનું ઉદઘાટન થયું અને હવે અમૂલ દેશમાં સૌથી મોટું મિલ્ક પાવડર ઉત્પાદક બની ચૂક્યું છે. રૂ. 85 કરોડના ખર્ચે બનેલા માખણના પ્લાન્ટનું પણ આજે ઉદઘાટન થયું છે. અમૂલના સંચાલનને સુગમ બનાવવા માટે આધુનિકતમ ટેકનિક ધરાવતી ઓટોમેટિક રોબોટિક સ્ટોરેજ તથા રિટ્રાઇવલ સિસ્ટમ રૂ. 23 કરોડના ખર્ચે આજથી શરૂ થઈ છે. આની સાથોસાથ અમૂલની પેકેજિંગની જરૂરિયાતને સંતોષવા માટે રૂ. 50 કરોડના ખર્ચે એક પ્લાન્ટ પણ અહીં સ્થાપવામાં આવ્યો છે. 

શ્રી અમિત શાહે કહ્યું કે અમૂલના સહકાર આંદોલનનું વિશ્લેષણ કરીએ તો તેના ત્રણ મુખ્ય અંગ છે. પહેલું- ગુજરાતના 18000 ગામમાં દૂધનું ઉત્પાદન કરનારી આપણી 36 લાખ બહેનો. બીજું – આ દૂધને ગ્રાહકો સુધી પહોંચાડવું અને દૂધને અલગ અલગ ઉત્પાદનોમાં સ્વાસ્થ્યસભર રીતે પરિવર્તિત કરે પહોંચાડવું, આ માટે પ્રોસેસિંગની પ્રક્રિયા છે અને ત્રીજુ અંગ તેના માર્કેટિંગનું છે, જે ગ્રાહકો સુધી ફાઇનલ પ્રોડક્ટ પહોંચાડે છે. આ ત્રણેય અંગને મજબૂત કરવાના કાર્યક્રમ આજે અહીં શરૂ થયા છે.

કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રીએ કહ્યું કે આટલા વિશાળ દેશ અને વસતિને સર્વગ્રાહી અને સર્વસમાવેશી વિકાસ સાથે સાંકળવા હોય તો કોઇ મોડેલ કામ લાગી શકે નહીં. 130 કરોડની વસતિને સાથે રાખીને, સૌના સુધી વિકાસ લઇ જવો, અને વિકાસની પ્રક્રિયામાં સૌને હિસ્સેદાર બાવવું કામ ખુબ મુશ્કેલ છે. આખી દુનિયામાં અર્થતંત્રના ઘણાં મોટા મોડેલ છે, જે નાની વસતિ માટે તો બરાબર હોય છે, પરંતુ ભારતની જરૂરિયાત અનુસાર ક્યું આર્થિક મોડેલ યોગ્ય રહેશે, આ એક બહુ મોટો વિષય છે. દેશના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળમાં જ આ મોડેલને પારખી લીધુ હતું કે આટલી મોટી વસતિ ધરાવતા દેશમાં જો સર્વેને સ્પર્શે, સર્વસમાવેશક એવું આર્થિક વિકાસનું જો કોઇ મોડેલ હોય તો તે માત્ર ને માત્ર સહકારનું મોડેલ જ હોઇ શકે છે. આ કારણે જ મોદીજીએ ભારત સરકારમાં સહકાર મંત્રાલય શરૂ કર્યું છે અને હવે સહકારના માધ્યમથી દેશના કૃષિ અને તેને સંલગ્ન સેવાઓમાં જોડાયેલા કરોડો ભાઈઓ અને બહેનો સુધી આર્થિક લાભ અને અર્થતંત્રને પહોંચાડવાનું કામ સહકારના માધ્યમથી શરૂ થયું છે.  

શ્રી અમિત શાહે કહ્યું કે સહકાર એ કોઇ નવો વિચાર નથી. આપણા દેશમાં આ વિચારને 110 વર્ષ વિતી ગયા છે અને જો આપણે અમૂલની વાત કરીએ તો અમૂલ પોતાની સ્થાપનાનું 75મું વર્ષ ઉજવી રહ્યું છે, સરદાર પટેલજી અને ત્રિભુવનદાસજીએ ખેડૂતો તથા મજૂરોના શોષણ વિરુદ્ધ સ્વર બુલંદ કરવા માટે આની કલ્પના કરી હતી અને જોતજોતામાં જ 21 ગામથી શરૂ થયેલું દૂધનું આંદોલન આજે 36 લાખ પરિવાર સુધી પહોંચી રહ્યું છે. 18000 ગામમાં 18 જિલ્લા દૂધ સંઘ છે. 18000 ગામમાં દૂધ મંડળી છે અને 36 લાખ પરિવાર તેમાં યોગદાન આપે છે અને આખા દેશની દૂધની આવશ્યક્તા સંતોષવાનું કામ આજે અમૂલ કરી રહ્યું છે. તેમણે કહ્યું કે અમૂલ ગુજરાતનું ગૌરવ છે.

કેન્દ્રીય સહકારિતા મંત્રીએ કહ્યું કે જ્યારે મોદીજીએ સહકાર મંત્રાલયની રચના કરી ત્યારે ઘણાં લોકોએ કેટલાય સવાલ ઊભા કર્યાં હતાં કે આ મંત્રાલય શું કરશે. પરંતુ મારા માટે ગૌરવની વાત છે કે પ્રધાનમંત્રીએ મને દેશનો પ્રથમ સહકાર મંત્રી બનવાનો અવસર આપ્યો છે. હું માનુ છું કે સહકારમાં દેશના અર્થતંત્રને નવી ગતિ પ્રદાન કરવાની ક્ષમતા છે જ, ઉપરાંત આ ક્ષેત્રનો દેશના તમામ લોકોને સમૃદ્ધ કરવાનો ધ્યેય પણ છે અને અમૂલ તેનું જીવંત ઉદાહરણ છે. જો ૩૬ લાખ બહેનો સખત મહેનત અને પારદર્શિતા સાથે મળીને કામ કરે તો શું થઈ શકે છે તેનું ઉદાહરણ આપણી સમક્ષ છે. તમે કલ્પના કરી શકો છો કે એવી ઘણી બહેનો હશે જેમને આજે પણ વાંચતા અને લખતા આવડતું નથી, પરંતુ તેમના બેંક ખાતાની અંદર એક લાખ રૂપિયાનો ચેક જમા થાય છે અને વાર્ષિક રૂ. 75-80 લાખ જમા થાય છે. આ જ સહકારનો મૂળ મંત્ર છે કે બની શકે છે આપણી ક્ષમતા ઓછી હોય, આપણે વધુ ભણેલા ગણેલા ન હોઇએ, આપણી પાસે વધુ મૂડી ન હોય, પરંતુ આપણી સંખ્યા ઘણી વધારે છે. અમે જો બધા એકજૂટ થઈ જઈએ તો ઘણી સમસ્યાઓનું સમાધાન આવી શકે છે. આજે 36 લાખ બહેનો એકસાથે એકજૂટ થઈ ગઈ તો અમૂલનું ટર્નઓવર 53 હજાર કરોડનું થઈ ગયું છે. તેમણે કહ્યું કે એક પ્રકારે આ મહિલા સશક્તીકરણનો સૌથી સફળ પ્રયોગ છે. મહિલા સશક્તીકરણના નામે જે લોકો એનજીઓ ચલાવે છે, તેમને મારી વિનંતી છે કે સહકારી મંડળી ચલાવો તો તમે મહિલાઓનું વધુ સશક્તીકરણ કરી શકશો અને અમૂલે એ કરી બતાવ્યું છે. 

શ્રી અમિત શાહે કહ્યું કે મારી અમૂલના સૌ કર્તાહર્તાઓને વિનંતી છે કે દેશમાં એક બહુ મોટી સમસ્યા છે. ખાતરને કારણે આપણી જમીન બગડી રહી છે, ઉત્પાદક્તા ઘટી રહી છે. ખાતર જે તે ઉત્પાદનની અંદર એટલું બધું છે કે એનાથી શરીર પણ બગડી રહ્યું છે, કેન્સર થઈ રહ્યું છે તથા જુદા જુદા પ્રકારના રોગ થઈ રહ્યાં છે. ઓર્ગેનિક ફાર્મિંગ પ્રોડક્ટ શરીરની રક્ષા કરે છે, જમીનની પણ રક્ષા કરે છે, પાણીને પણ બચાવે છે અને એ દિશામાં દેશા ખેડૂતોએ આગળ વધવું પડશે. દેશના ખેડૂતો આ વાતને સમજે છે, સ્વીકારે છે અને ઘણા બધા પ્રગતિશીલ ખેડૂતોએ આ વાત સ્વીકારી પણ લીધી છે. બીજા કેટલાક લોકો પણ ઓર્ગેનિક ખેતી તરફ આગળ વધી રહ્યાં છે. પરંતુ સૌથી મોટી સમસ્યા એ છે કે તેમને પેદાશનો યોગ્ય ભાવ નથી મળતો. ઓર્ગેનિક ઘઉં માટે એટલો જ ભાવ મળે છે કે જેટલો ભાવ ખાતરવાળા ઘઉં માટે મળે છે. દેશ અને દુનિયામાં એવી ઘણી બધી વ્યવસ્થાઓ છે કે જ્યાં ખેડૂતોને ત્રણ ગણો ભાવ મળી શકે એમ છે, પરંતુ માર્કેટિંગની વ્યવસ્થા નથી. હું જાણુ છું કે આ મુશ્કેલ કામ છે, પરંતુ આ મુશ્કેલ કાર્ય ક્યારેક ને ક્યારેક, કોઇકે તો શરૂ કરવું જ પડશે. ઓર્ગેનિક ઉત્પાદનના માર્કેટિંગ માટે ચેઇનની સ્થાપના કરવી, માળખાકીય સુવિધાઓ સ્થાપવી અને ગ્રાહકોને ભરોસો અપાવવો, આ પ્રકારે વૈજ્ઞાનિક ટેકનીક વિકસાવવી, ટેસ્ટીંગ ફેસિલિટીને ડેવલપ કરવી જરૂરી છે. જો તમે આ કરી લેશો તો આવનારા દિવસોમાં ઓર્ગેનિક દૂધની વાત થવા લાગશે. દુનિયા આખીમાં ભરોસાપાત્ર ઓર્ગેનિક ખાદ્ય સામગ્રીની માગ છે, કોઇ કેન્સર ઇચ્છતું નથી, કોઇ બીમારી ઇચ્છતું નથી અને હવે એ સાબિત થઈ ગયું છે કે ખાતરના વધુ પડતા ઉપયોગના કારણે આપણું શરીર ઘણાં બધા રોગનું ઘર બની ગયું છે.  

કેન્દ્રીય ગૃહ મંત્રીએ કહ્યું કે દેશી ગાયનો ઉપયોગ કરીને કુદરતી ખેતીનો પ્રયોગ જે ગુજરાતમાં થયો છે તેની સાથે લગભગ બે લાખથી વધુ ખેડૂતો જોડાઈ ચૂક્યા છે અને તેના ઘણાં સારા પરિણામ મળ્યાં છે. ઉત્પાદન તો અનેક ગણું વધ્યું છે, જળ સંરક્ષણની ક્ષમતા પણ વધી છે અને ખોરાકની મીઠાશ પણ વધી છે. 

શ્રી અમિત શાહે કહ્યું કે પ્રધાનમંત્રીજીએ આઝાદીના અમૃત મહોત્સવના આ વર્ષને સંકલ્પના વર્ષ તરીકે જાહેર કર્યું છે. આપણે આઝાદીના 75માં વર્ષમાં છીએ, 25 વર્ષ બાદ આઝાદીની શતાબ્દી આવશે ત્યારે દેશનું દરેક ક્ષેત્ર એ સમયે ક્યા ઊભું હશે તેનો સંકલ્પ કરવાનું આ વર્ષ છે. અમૂલના નિયામક મંડળને પણ મારો અનુરોધ છે કે 25 વર્ષ પછી જ્યારે અમૂલની શતાબ્દી આવશે ત્યારે અમૂલ ક્યાં હશે તેનો સંકલ્પ આજે કરવો જોઇએ. તેના આધારે અમૂલ અને સહકારી પ્રવૃત્તિનું વિસ્તરણ તથા નવા નવા ક્ષેત્રોમાં પ્રવેશ કરવો જોઇએ. તેમણે કહ્યું કે અમૂલ આ કરી શકે છે અને અમે દેશમાં સહકારના ઘણા બધા સફળ મોડેલ જોયા છે. કોઇ એવું ગામ નથી કે જ્યાં ઇફ્કોનું બોર્ડ ન હોય. ઘણાં ઓછાં લોકોને ખબર છે કે ઇફ્કો સહકારી સંસ્થા છે, કૃભકો પણ સહકારી સંસ્થા છે. હાલમાં જ લિજ્જત પાપડના એમડીને પદ્મશ્રીથી સન્માનિત કરવામાં આવ્યાં, પરંતુ ઘણા ઓછાં લોકોને એ ખબર હશે કે આ એક સહકારી સંસ્થા છે. આ બધા સહકારની સફળતાના જે કંઈ મોડેલ છે, સક્સેસ સ્ટોરી છે તેની સંખ્યા વધારવાની તેમજ ઘણાં બધા લોકોને સહકારની છાયા હેઠળ લાવવાની જરૂર છે. હું ગર્વની સાથે કહી શકું છું કે સહકાર આંદોલનમાં એક આદર્શ કેવો હોઇ શકે તે પ્રસ્થાપિત કરવાનું કામ ગુજરાતે કર્યું છે. દેશભરમાં સહકાર આંદોલનમાં ગુજરાતે સહકારનું સૌથી સારું મૂલ્યાંકન કર્યું છે.

કેન્દ્રીય ગૃહ મંત્રીએ કહ્યું કે તેમને સહકાર આંદોલનના કાર્યક્રમથી જે સંતોષ મળ્યો છે તે ક્યારેય નથી મળ્યો. જ્યારે નાના નાના લોકોને ભેગા કરીને એક પ્રચંડ શક્તિનું નિર્માણ થતા આપણે જોઇએ છીએ ત્યારે ખબર પડે છે કે નાના નાના લોકોની ક્ષમતા શું હોય છે અને રાષ્ટ્રના નિર્માણમાં તે કેવડું મોટું યોગદાન આપી શકે છે. 36 લાખ બહેનો એકત્રિત થઈને રૂ. 53 હજાર કરોડના ટર્નઓવરનું કારણ બને છે ત્યારે ખબર પડે છે કે ઘરમાં કામ કરનારી એક બહેનની ક્ષમતા કેટલી છે.

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM