ભારત વિકાસ પરિસદ ની ડીસા મહાવીજય શાખા નું સ્નેહ મિલન યોજાયું

આનંદ ઠક્કર ડીસા

ભારત વિકાસ પરિષદ મહાવિજય શાખા ડીસા દ્વારા તારીખ 28.11.2021.ને રવિવારે સાંજે વિક્રમ સંવત 2078ના નુતન વર્ષ નુ શાખા પરિવાર નુ સ્નેહ મિલન કાર્યક્રમ લોહાણા સમાજ ની વાડી કસ્છી કોલોની પાણીના બોર ની પાસે ડીસા માંરાખવામાં આવ્યો હતો તેમાં શાખા પરિવાર ના તમામ સદસ્યો પરિવાર સાથે હાજર રહી સંગીત સંધ્યા અને રાસ ગરબા ની ખુબ જ મજા માણી હતી. આ પ્રસંગે મહેમાન ડો. અજયભાઈ જોષી પ્રાન્ત ટ્રસ્ટી તથા પ્રતાપભાઈ સંઘના સરસંઘચાલક શ્રી હાજર રહી શુભેચ્છા પાઠવી હતી શાખા ના પ્રમુખ શ્રી અમૃતભાઈ પઢીયાર એ તમામ ને આવકારી નુતન વર્ષ ની શુભકામનાઓ પાઠવી હતી. શાખા પરિવારનાં સદસ્યો શ્રી ડૉ જગદીશભાઈ. રમેશભાઇ શાહ. શૈલેષભાઈ મહેસુરીયા. સુરેશભાઈ ઠક્કર. વૈકુંઠભાઈ ઠક્કર. જયંતિલાલ જોષી પ્રિયંકાબેન ઠક્કર તરફથી નુતન વર્ષ ની શુભકામનાઓ આપી હતી. પ્રાંત કક્ષાએ તથા શાખા કક્ષાએ વિજેતાઓને ઈનામો આપવા માં આવેલા. તમામ સભ્યો ને શ્રી કરશનભાઈ ગોવિંદરામજી ભૂત રાજ મસાલા તથા રમેશભાઇ શાહ તરફથી યાદગાર કીટ આપી પ્રોત્સાહન આપવા માં આવેલા. મંત્રીશ્રી જયંતિલાલ એ આભાર દશૅન કરેલ. સુંદર એન્કરીગ ડો. પ્રઘુમનભાઈ અગ્રવાલ  તથા ઓરકેસ્ટ્રાં પાર્ટી આસુતોસ દવે એ રાસ ગરબા  ની મોજ કરાવી હતી ડો જગદીશભાઈ એ ભોજન વ્યવસ્થા  સંભાળી હતી આસુંદર કાર્યક્રમ ની મોજ સર્વે મન ભરી માણી હતી અને સંસ્થા ના પ્રમુખ અમૃત પઢીયાર એ સર્વે  ટિમ વર્ક કરનાર નો આભાર માન્યો હતો

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM