પુરૂષાર્થ અને કર્તવ્ય પરાયણતાના સુભગ સમન્વય સાથેની વિનમ્રતા અને deserving ને પુરો આદર આપનારા RIL ના કોર્પો.અફેર્સ ડાયરેક્ટર પરીમલભાઇએ દેવભૂમી દ્વારકા અને જામનગર જિલ્લામાટે અનેક લોકઉપયોગી સુવિધા કરી છે…..કરાવી છે…જુસ્સો પુરો પાડ્યો છે….પ્રજાના પ્રશ્ર્નોના સફળ સુચનો કર્યા છે….
જામનગર ( ભરત ભોગાયતા)
કોર્પોરેટ ક્ષેત્રમા અનેક નવા ડાયમેન્શન સાથે સફળતાની ટોચે પહોંચેલા તેમજ સફળતાના મંત્રો આપી ચિંતનની ઉંડાઇની અનુભૂતિ કરાવનાર તેમજ સંવેદનાસભર વ્યક્તિત્વના ધની એવા પરીમલભાઇએ વતન જામખંભાળીયામાં સેવાપ્રકલ્પ ખુલ્લો મુકયો ત્યારે આ કર્મયોગી–PN ની કર્તવ્ય પરાયણતા સાથેની વતન પ્રેમ ની નોંધ લેવી સ્તુત્ય ગણાશે
પુરૂષાર્થ અને કર્તવ્ય પરાયણતાના સુભગ સમન્વય સાથેની વિનમ્રતા અને deserving ને પુરો આદર આપનારા RIL ના કોર્પો.અફેર્સ ડાયરેક્ટર પરીમલભાઇ નથવાણીએ દેવભૂમી દ્વારકા અને જામનગર જિલ્લામાટે અનેક લોકઉપયોગી સુવિધા કરી છે…..કરાવી છે…જુસ્સો પુરો પાડ્યો છે….પ્રજાના પ્રશ્ર્નોના સફળ સુચનો કર્યા છે…. જેની સૌ એ વખતો વખત નોંધ લીધી છે
ત્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લાના મથક જામ ખંભાળિયામાં પરિમલભાઈ નથવાણીના હસ્તે સત્વ હોસ્પિટલનો શુભારંભ કરવામાં આવ્યો છે જે અંતર્ગત
અનેક નિષ્ણાંત તબિબો સાથેની હોસ્પિટલને વિધિવત્ રીતે ખુલ્લી મુકવામાં આવી છે
સમયની માંગ ને જોતા આ પ્રકલ્પ ખુબજ ઉપયોગી બની રહેશે કેમકે
ખંભાળિયા સહિત તાલુકા ઉપરાંત જિલ્લા અને આસપાસના વિસ્તારોના રહીશો તથા દર્દીઓ માટે અત્યાધુનિક સુવિધાઓ સાથેની સત્વ હોસ્પિટલનું નિર્માણ અહીંના સેવાભાવી તબીબો દ્વારા કરવામાં આવ્યું છે. આ હોસ્પિટલને વિધિવત રીતે ખંભાળિયાના મૂળ વતની RIL ના ડાયરેક્ટર અને રાજ્યસભાના સાંસદ પરિમલભાઈ નથવાણી ના વરદ હસ્તે ગત બુધવાર તારીખ 8 ના રોજ ખુલ્લી મુકવામાં આવી છે.
ખંભાળિયાના પોસ્ટ ઓફિસ રોડ ઉપર આધુનિક તબીબી સુવિધાઓ સાથેની સત્વ હોસ્પિટલનું નિર્માણ કરવામાં આવ્યું છે. જે માટે જેમાં અહીંના પીઢ અને અનુભવી જનરલ સર્જન ડોક્ટર ઓ.પી. સાંખલા, મુંબઈના ખ્યાતનામ ઓર્થોપેડિક નિષ્ણાંત ડોક્ટર રાજેશ બદિયાણી, એમ.ડી. ફિઝિશિયન ડોક્ટર જસ્વીન વાળા તથા ગાયનેક તબીબ ડો. પ્રવિણભાઈ દ્વારા અદ્યતન સધન – સામગ્રી સાથે દર્દીઓની સારવાર કરવામાં આવશે
આ પ્રસંગે અનેક આગેવાનો તથા હોદ્દેદારો પણ ખાસ ઉપસ્થિત રહેનાર છે. આ શુભારંભ પ્રસંગે હોસ્પિટલના સંચાલકો ડોક્ટર રૂતેષ જોશી, ડો. પંકજ ચોકસી, ડો. ઓ.પી સાંખલા, રાહુલ વ્યાસ, કેતન દાવડા તથા તેમની ટીમ દ્વારા નોંધપાત્ર જહેમત ઉઠાવવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે ચીકીત્સા ક્ષેત્ર ની ગૌરવપ્રદ બાબતો ની વાત હોય ત્યારે જામખંભાળીયાના ડોક્ટર શ્રી એન.ડી.ચોક્સી સાયબ ને સાદર હાઇરીગાર્ડઝ કન્વેય કરવા તે ખુબજ અનિવાર્ય બની રહે છે તેમની લાઇન ઓફ ટ્રીટમેન્ટ ની સેવા આ પંથકને પાંચ થી છ દાયકાઓ સુધી મળી છે તો ડો. મનુભાઇ હા…ખાસ ડો.કેશુભાઇ જોશી શ્રીમતી ધીરૂબેન ઝવેરી ઉપરાંત ડો.બરછા દંપતિ પ્રફુલ્લભાઇ અને પ્રફુલ્લાબેન વગેરે સાથે સાથે રેફરલમા થોડા વરસો સેવા આપવા આવેલા ડો.સાવલીયા એમ સૌ ને સન્માન પુર્વક યાદ કરવા જરૂરી બની રહે છે તેમજ તેઓના મેડીકલ ક્ષેત્ર ના અનુભવમાંથી જેટલુ માર્ગદર્શન મળે તે એટલા માટે મહત્વનુ છે કે હાલ પેથોલોજીકલ રેડીયોલોજીકલ બેઇઝ જ ડાયોગ્નોસીસ તબીબો કો રીલેટ કરવાની રાહ જોતા હોય તેવા વખતે આ સૌ તબીબો તેમના સમયમા પરફેક્ટ કલીનીકલ ડાયગ્નોસીસ કરી
અસરકારક સારવાર કરતા હતા અને દરદીઓના ચહેરાઓ ઉપર ફરી સ્મિત અપાવતા હતા તે બાબત તબીબી ક્ષેત્ર ની ઉંચાઇ અને ઉંડાણ બંને દર્શાવે છે સક્સેસફુલ અને પરફેક્ટ પેથોજીનોસીસ પ્રોગ્નોસીસ અને ડાયગ્નોસીસ એ આત્મસ્ફુરણા અને નોલેજ તેમજ એક્સપીરીયન્સ નો સુભગ ત્રીવેણી સમન્વય દર્શાવતો સદગુણ છે તે બાબત સૌ સ્વીકારે તેવી સહજ અને સ્થિર બાબત છે જે આ ક્ષેત્રમા ઓતપ્રોત થવાથી સતત શીખતા રહેવાથી પ્રાપ્ત થાય છે અને તબીબ નો સ્પર્શ માત્ર હીલીંગ ટચ બની રહે છે તેમ નિષ્ણાંતો તેમજ દરદીઓ પાસેથી જાણવા મળ્યુ છે








