પ્રજાના રક્ષક પોલીસ જવાનો હવે જીવન રક્ષક બનશે

ઈન્દુ બ્લડ બેંકના સહયોગથી પોલીસ કર્મચાીઓને CPR ની ટ્રેનિંગ

વડોદરા શહેર ભાજપ પ્રમુખ ડૉ વિજય શાહનો માનવતા ભર્યો વધુ એક ઉમદા પ્રયાસ

ડોદરા શહેર ભાજપ પ્રમુખ ડોક્ટર વિજય શાહ ભાજપ સંગઠનને મજબૂત કરવાની સાથે સાથે પ્રજા હિતના કામો પણ સદાય અગ્રેસર રહે છે શહેર ભાજપ પ્રમુખ દ્વારા લોકોના જીવને બચાવવા CRP તાલીમનું એક મહા અભિયાન શરૂ કરવામાં આવ્યું છે લોકો જીવન રક્ષક બને તેવા પ્રયાસમાં હવે શહેર પોલીસને પણ જોડવાનો સુંદર અભિગમ શ્રી વિજય શાહ દ્વારા અપનાવવામાં આવ્યો છે જેના ભાગરૂપે પ્રજાના રક્ષક પોલીસ જવાનો જીવન રક્ષક બની લોકોના જીવ બચાવશે એ માટેની તાલીમ ઈન્દુ બ્લડ બેંકના સહયોગથી પોલીસના કર્મચારીઓને આપવામાં આવી હતી. વડોદરા શહેર ભાજપ અધ્યક્ષ ડૉ.વિજયભાઈ શાહ ના જન્મ દિવસ ૧૪ ડીસેમ્બર ના રોજ વડોદરા શહેરના એક લાખ નાગરિકોને CPR ટ્રેનીંગથી સજ્જ કરવાના નિર્ધાર સાથે મહા અભિયાનનો આરંભ થયો હતો.CPR ટ્રેનિંગ હેઠળ જે વ્યક્તિને કાર્ડિયાક એટેક, હાર્ટ એટેક અથવા બ્રેઈન એટેકનો હુમલો થાય છે, ત્યારે આવા વ્યક્તિઓને ૧૦૮ એમ્બ્યુલન્સની સેવા મળતા પહેલા હૃદયનું પંપિંગ મેન્યુઅલી યોગ્ય રીતે થાય તો તેને નવ જીવન આપી શકાય છે, વડોદરા શહેરના નામાંકિત ડૉ. નીતા બોસ, ડૉ. ચેતના અગ્રવાલ અને ડૉ. વિપુલ ગાંધર્વ ધ્વારા પોલીસ હેડ ક્વાર્ટર પ્રતાપનગર ખાતે ૫૦ જેટલા પોલીસ કર્મીઓને CPR ટ્રેનિંગ અપાઇ હતી.જેમાં ભાજપ પ્રમુખ ડૉ. વિજયભાઈ શાહ ખાસ હાજર રહી પોલીસ જવાનોના પ્રયાસો ને પ્રોત્સાહિત કાર્ય હતા ડૉ.વિજય શાહે જણાવ્યું હતું કે તબીબી કટોકટી ગમે ત્યારે ગમે ત્યાં આવી જતી હોય છે અને મોટાભાગના કિસ્સામાં તબીબી સહાય તાત્કાલિક ઉપલબ્ધ હોતી નથી. આવ સંજોગોમાં CPR ટ્રેનીંગથી સજ્જ થયેલા વ્યક્તિઓ પોતાની નિપુણતાના આધારે અસહાય વ્યક્તિઓનો જીવ બચાવી શકે છે. આ પ્રકારના શુભ આશયથી આવનાર બે અઠવાડિયા સુધી પોલીસ જવાનો અને ટ્રાફિકના જવાનોને ટ્રેનીંગ આપવાનું આયોજન ઇન્દુ બ્લડ બેંકના સહોયોગથી કરવામાં આવેલ છે.

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM