કેપ: સમગ્ર દેશ સાથે ટંકારા તાલુકામા વેકસીનેશનનો પ્રારંભ.
વિશ્ર્વભરમા કોરોના કહેર વરતાવી રહ્યો છે.ભારતમા કોરોના આતંકને ખાળવા વડાપ્રધાને તરૂણો ને સુરક્ષિત કરવા વેકસિનેશનની કરેલી જાહેરાતને પગલે આરોગ્ય તંત્ર દ્વારા ટંકારા તાલુકાના જબલપુર ગામે સ્કુલ સંચાલક સાથે સંકલન સાધી પ્રારંભ કર્યો હતો.જગત આખા ને છેલ્લા બે વર્ષથી વધુ સમયથી કનડી રહેલા કોરોનાનો કહેર ખાળવા ભારતમા અગાઉ પુખ્ત વયના લોકોને વેકસિનેશન કરાયુ હતુ. રસીકરણ થકી સમગ્ર વિશ્વ ની સરખામણીએ ભારતમા ખુવારી ઓછી થઈ હતી. વર્તમાન સમયમા ફરી કોરોના પેટર્ન બદલી ઓમિક્રોન રૂપે હાવી થતા કોરોના સામેની લડાઈમા રાષ્ટ્રના તરૂણો ને સુરક્ષિત કરવાના આશયથી તાજેતરમા વડાપ્રધાને ૩ જી જાન્યુઆરી થી રસીકરણની કરેલી જાહેરાતને પગલે ટંકારા તાલુકામા આરોગ્ય તંત્ર દ્વારા પ્રારંભ કરાયો હતો. જેમા, સૌ પ્રથમ ટંકારા તાલુકાના રાજકોટ હાઈવે પર આવેલી જબલપુર ગામની ન્યુવિઝન સ્કૂલમા શાળાના પ્રિન્સીપાલ દિલીપભાઈ બારૈયા સહિતના સંચાલકો સાથે સંકલન સાધી શાળાના ૧૫ થી ૧૮ વયના તરૂણ વય ના વિદ્યાર્થીઓને સ્કૂલમા જ વેક્સીન આપવાનો શુભારંભ કરવામાં આવ્યો હતો. આ તકે તાલુકા પંચાયતના પ્રમુખ પુષ્પાબેન કામરીયા, ભાજપના પૂર્વ પ્રમુખ પ્રભુભાઈ કામરીયાએ ખાસ ઉપસ્થિત રહી રસીકરણનો પ્રારંભ કરાવ્યો હતો. પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સાવડી ના મેડિકલ ઓફિસર ડો.ભાસ્કર વીસોડીયા, આરોગ્ય તંત્ર ના પિનલ સંઘાણી, મુનિરા મેસાણીયા સહિતનાઓએ રસીકરણ કર્યું હતુ.


