
નાનકડી આ પહેલએ દેશની તમામ મહિલાઓ અને સેવભાવીઓ માટે સાચે ખૂબ જ પ્રેરણાદાયી છે.

શંખેશ્વર તીર્થે જૈન સમાજનું ગૌરવ અને શંખેશ્વર ગામનું ગૌરવ સમાન એવા કર્મ વિરાંગના,સેવાભાવી,જીજ્ઞા કોમ્પ્યુટર કલાસીસના ચેરમેનશ્રી જીજ્ઞાબેન શેઠ સેવાના ભેખધારી અને કરુણાની મુરત એવા શંખેશ્વરના જૈન પરિવારની દીકરી જીજ્ઞાબેન શેઠને તેઓની માનવતાવાદી અને સામાજીક સેવાઓને બિરદાવવા “સમાજ રત્ન” એવોર્ડ એનાયત કરી તેઓને સમર્પિત કરતી વેળાએ હું સ્વયંને ગૌરવાન્વિત અનુભવ કરી રહ્યોં છું.આ પ્રસંગે ડૉ.કેતન એમ.પંડ્યા જણાવેલકે હા,હું વાત કરું છું આજે એક એવા વ્યક્તિત્વની કે જેમને પરોપકારી,પરોપજીવી,પરાર્થી,પરગજુ,પ્રેમાળ,લાગણીશીલ, હસમુખા,નિખાલસ,કરુણામય,દયામય,દાતાર જેવા ઉપનામની અનેકો ઉપાધી હાંસલ છે તેવા વઢીયાર પંથકના સૌના હૃદયમાં વસેલા તેમજ ગુજરાતના અણમોલ ઘરેણાં સમ શ્રીમતી જીજ્ઞાબેન શેઠ વઢીયાર પંથકના શંખેશ્વર જૈન તીર્થ સ્થાનમાં જૈન સમાજના શેઠ પરિવાર માનવતાવાદી સેવાઓમાં પ્રખર અને મોખરે સ્થાન ધરાવે છે.જૈન સમાજના શ્રેષ્ઠી,પ્રતિષ્ઠિત અને સેવાશ્રયી તરીકે બિરુદ પામેલા અગ્રણી એવા શ્રી ભરતભાઈ શેઠ અને તેમના સેવાકીય કાર્યોમાં ખભેથી ખભો મિલાવી સતત પડખે ઉભા રહેતા તેમના ધર્મપત્ની શ્રીમતી સીમાબેન શેઠની કુખે અવતરેલા દીકરી જીજ્ઞાબેન શેઠ કે જેઓએ પોતાની કોઠાસૂઝ અને આગવી આવડત દ્વારા પછાત અને અભણ એવા હજારો પરિવારોમાં જ્ઞાનની જ્યોત જગાવી છે.સેવા પરમોધર્મ એ જાણે કે લોહીમાં રહેલો ગુણધર્મ હોય તેમ નિત્ય ક્યાંકને ક્યાંક લોકોની વ્હારે સેવાકાર્યોમાં જોતરાય છે.લોક લાડીલા એવા માનનીય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના આત્મનિર્ભર ભારતની યોજનાને સાકાર કરતી એક નારીની પરિકલ્પનાને સો સો સલામ છે.કોરોનાકાળ જેવા કપરા સમયમાં હજારો લોકોની આંતરડી ઠાવરવાની એક મહિલાની હિંમત અને નાનકડી પહેલથી આજે આખું ગુજરાત અંજાઈ ગયું છે.જેની એક કલ્પના માત્રથી હજ્જારો ગરીબ લોકો, બાળકો,દીકરીઓ,મહિલાઓને લોકડાઉન દરમ્યાન પણ રોટલો અને ઓટલો સમયસર મળી રહ્યોં છે. સૌ પ્રથમ તો જીજ્ઞાબેન શેઠ ની આ પહેલ માટે ખોબલે ખોબલે અભિનંદન અને શુભેચ્છાઓની હેલી વરસાવતા હું ગર્વ સાથે ધન્યતા અનુભવું છું.જીજ્ઞાબેન શેઠની નાનકડી આ પહેલ એ ગુજરાત સહિત દેશની તમામ મહિલાઓ અને સેવાભાવીઓ માટે સાચે ખૂબ જ પ્રેરણાદાયી છે.આ પ્રસંગે અનેક લોકોએ શુભેચ્છાઓ અને અભિનંદન પાઠવ્યા હતા.
