ભારત દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની સુરક્ષા સાથે ચેડાં કરનાર પંજાબ સરકાર નો વિરોધ કરવા શહેર ભાજપ ધ્વારા મશાલ રેલી યોજાઇ

૫ મી જાન્યુઆરીના રોજ દેશના વડાપ્રધાન યશવી શ્રી નરેન્દ્ર ભાઈ મોદી ભીંડા એરપોર્ટ પરથી ખરાબ હવામાનને કારણે હેલિકોપ્ટર થી મુસાફરી શક્ય ન હોવાના કારણે રસ્તા માર્ગે મુસાફરી કરી રહ્યા હતા અને પંજાબના ડીજીપીએ તમામ રસ્તાઓ સુરક્ષિત અને કલીયર હોવાની પરવાનગી આપી હતી પરંતુ ફિરોજપુર મોઘા રોડ ઉપર રેલી ના સ્થળથી ૧૧ કિલોમીટર દૂર ફ્લાય ઓવર પર ૨૦૦ જેટલા ખેડૂતો રોડ બંધ કરી આંદોલન કરી રહ્યા હતા આથી વડાપ્રધાનના કાફલા ને પંદરથી વીસ મિનિટ સુધી ત્યાં જ રોકાયેલા રહેવું પડ્યું હતું અને રેલીના સ્થળે પહોંચી શકાયું ન હતું છેવટે વડાપ્રધાનશ્રી ને ભટીંડા એરપોર્ટ પર પાછા ફરવું પડ્યું હતું અને વડાપ્રધાનશ્રી નો આગળનો સમગ્ર કાર્યક્રમ બંધ રહ્યો હતો અને સમગ્ર ઘટનાક્રમ માં પંજાબ ની કોંગ્રેસ સરકાર દ્વારા ભારત દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની સુરક્ષામાં અસહ્ય છીંડા અને બેદરકારી જોવા મળ્યા હતા અને વડાપ્રધાનશ્રી ના જીવને જોખમ માં મૂકવાનું બેહુદુ કૃત્ય પંજાબ નીચેની સરકારે કર્યુ હતું આથી સમગ્ર ભારત દેશમાંથી પંજાબ ની કોંગ્રેસ સરકાર નો ઠેર ઠેર આ બાબત ને લઈને વિરોધ થઈ રહ્યો છે અને લોકો પંજાબ ની કોંગ્રેસ સરકાર નું રાજીનામું માગી રહ્યા છે.ભૂતકાળમાં જવાહરલાલ નેહરૂ ની કોંગ્રા સરકારની આવા જ પ્રકારની ગંભીર ક્ષતિઓ કારણે કેન્દ્ર સરકારના પૂર્વ મંત્રી અને જનસંઘના સંસ્થાપક ડૉ . શ્યામા પ્રસાદ મુખર્જી નું કાશ્મીરમાં રહસ્યમય રીતે અવસાન થયું હતું અને તેમના મૃત્યુ નું કારણ આજ દીન સુધી જાણી શકાયું નથી જેનો રંજ ભાજપ નો દરેક કાર્યકર સેવી રહ્યો છે . ત્યારે વડોદરા શહેર ભાજપા રોંગઠન ધ્વારા પંજાબ સરકાર ના આવા બેજવાબદાર અને વડાપ્રધાનશ્રી ની રારક્ષાને હોડમાં મુકવાના નાપાક કૃત્ય બદલ એક મશાલ રેલીનું આયોજન કીર્તિસ્તંભ થી શહીદ ભગતસિંહ ચોક લાલ કોર્ટ સુધી કરવામાં આવ્યું હતું તેમાં વડોદરા શહેર ભાજપ ના કાર્યકરો મોટી સંખ્યમાં હાજર રહ્યા હતાં . સદર કાર્યક્રમમાં પ્રદેશ મહામંત્રી શ્રી ભાર્ગવભાઈ ભટ્ટ , વડોદરા મહાનગર સહ પ્રભારી શ્રીમતી દર્શનાબેન દેશમુખ , શહેર અધ્યક્ષશ્રી ડૉ.વિજયભાઈ શાહ , રાજ્ય સરકારના પ્રભારી માન . મંત્રી શ્રી પ્રદિપભાઈ પરમાર , માન . મંત્રી શ્રી મનીષાબેન વકીલ , સૌરાદશ્રી રંજનબેન ભટ્ટ , માન . મેયર શ્રી યુરભાઈ રોકડીયા , ધારારાભ્યશ્રીઓ શ્રી યોગેશભાઈ પટેલ , શ્રી જીતુભાઈ સુખડીયા , શ્રીમની સીમાબેન મોહિલે , પ.પુ. ૧૦૮ શ્રી પંકજકુમાર ગોસ્વામી , સંગઠનના હોદ્દેદારશ્રીઓ , કોર્પોરેશન ના પદાધિકારીશ્રીઓ , કોર્પોરેટરશ્રીઓ , અને વિવિધ વોર્ડ ના કાર્યકરો મોટી સંખ્યમાં ઉપસ્થિત રહ્યા હતા અને મશાલ રેલી ને સફળ બનાવી હતી . આવા પ્રકારના નાપાક કૃત્યો સામે યશવી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી જી ઉપર ભગવાન ભોળાનાથ ની કૃપા દ્રષ્ટિ કાયમ માટે બની રહે તે માટે વોર્ડ નંબર ૨ માં કૈલાશપતિ મહાદેવ મંદિર ખાતે સાંસદ શ્રીમતી રંજનબેન ભટ્ટ અને ધારાસભ્ય શ્રી જીતુભાઈ સુખડીયા ની ઉપસ્થિતિ માં મહામૃત્યુંજય જપ નો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો . આ ઉપરાંત વોર્ડ ૧૦ માં ઇંસ્કોન મંદિર ખાતે દંડક શ્રી ચિરાગ ભાઈ ની ઉપસ્થિતિ માં , વોર્ડ ૧૨ માં કાશી વિશ્વનાથ મંદિર ખાતે શ્રીમતી સીમાબેન મોહિલે ની હાજરી માં તથા વોર્ડ ૧૩ માં મદન ઝાપ રોડ ખાતે રામજી મંદિર માં કાર્યકરો એ ભેગા મળી મહામૃત્યુંજય જપ ના પાઠ કરી ભગવાન ભોળાનાથ પાસે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી ની સુરક્ષના ની અને દીર્ઘાયુષ્ય ની પ્રાર્થના કરી હતી .

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM