વડાપ્રધાનશ્રીના સતાયુની કામના સાથે જિલ્લા ભાજપ દ્વારા મહામૃત્યુંજય જાપ કરાયા

કોંગ્રેસની હિન કક્ષાની રાજનીતીનો યુવા ભાજપે મશાલ રેલી દ્વારા વિરોધ પ્રદર્શિત કર્યો

પંજાબની કોંગ્રેસ સરકાર દ્વારા ફિરોઝપુર ખાતે જન મેદનીને સંબોધવા જઈ રહેલા ૧રપ કરોડ દેશવાસીઓના હ્યદય સમ્રાટ એવા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના કાફલાના રૂટમાં અડણચો ઉભી કરીને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની સુરક્ષા અત્યંત અમાનવીય અને મલીન રાજનીતીના ભાગરૂપે જોખમમાં મુકી હતી એના પ્રત્યાઘાત રૂપે આજરોજ સમગ્ર રાષ્ટ્રમાં ભાજપના કાર્યકર્તાઓ દ્વારા શિવાલયો ખાતે મહામૃત્યુ ંજય મંત્રના જાપ દ્વારા મોદીજીની દિર્ઘાયુ માટે અર્ચના કરી હતી.આ અંતર્ગત જિલ્લાના પાટનગર ભુજ ખાતે કચ્છ જિલ્લા ભાજપ અધ્યક્ષ કેશુભાઈ પટેલ સહિતના કાર્યકરોની ઉપસ્થિતીમાં સોમનાથ મહાદેવ મંદિર ખાતે પક્ષના કાર્યકર્તાઓએ મોટી સંખ્યામાં હાજર રહીને વડાપ્રધાનશ્રીના સતાયુ માટે મહામૃત્યુંજય મંત્રના જાપ દ્વારા દેવાધિદેવ મહાદેવના ચરણોમાં પ્રાર્થના કરી હતી. કોંગ્રેસની આ પ્રકારની અક્ષમ્ય અને હિન રાજનીતી સામે વિરોધ પ્રદર્શિત કરવા જિલ્લાભરમાં યુવા ભાજપ દ્વારા પણ મશાલ રેલી અને પુતળા દહનના કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. પુતળા દહન વખતે ભાજપના કાર્યકર્તાઓ દ્વારા કોંગ્રેસ વિરોધી સૂત્રોચ્ચાર કરીને કોંગ્રેસના માનવતા વિહોણી કરતુતોને વખોળી કાઢી હતી. આ દુ:ખદ ઘટના અંગે પ્રત્યાઘાત આપતા કચ્છ જિલ્લા ભાજપ અધ્યક્ષ કેશુભાઈ પટેલે જણાવ્યું હતુ કે, એક હદ સુધી ખેલદીલી પૂર્વકની રાજનીતી સ્વીકાર્ય હોઈ શકે પરંતુ કોંગ્રેસે એ ભૂલવુ ં ન જોઈએ કે વડાપ્રધાનપદ એ કોઈ પક્ષનુ ં નહીં પરંતુ ૧રપ કરોડ ભારતીયોનુ ં પ્રતિબિંધ છે. વડાપ્રધાનશ્રીની ગરીમા અને સુરક્ષા જાળવવી એ કોઈ પણ રાજય સરકાર માટે યક્ષ પ્રાથમિકતા હોવી અનિવાર્ય છે ત્યારે પંજાબની કોંગ્રેસ સરકારે લાજ મર્યાદા અને નૈતિક સિધ્ધાંતોનું સંપૂર્ણપણે હનન કરીને જે પ્રકારે વડાપ્રધાનશ્રીની જીંદગીને જોખમમાં મુકી છે તે જોતા દેશવાસીઓ કોંગ્રેસના પાપને કયારેય માફ નહીં કરે. આ પ્રસંગે કચ્છ જિલ્લા ભાજપ મહામંત્રી શીતલભાઈ શાહ, જિલ્લા ભાજપ ઉપપ્રમુખ જયંતભાઈ માધાપરીયા, ડો.મુકેશભાઈ ચંદે, મંત્રી પ્રફુલસિંહ જાડેજા, જિલ્લા યુવા મોરચા પ્રમુખ તાપશભાઈ શાહ, મહિલા મોરચા પ્રમુખ ગોદાવરીબેન ઠકકર, ભુજ નગરપાલિકા પ્રમુખ ઘનશ્યામભાઈ ઠકકર, ભુજ શહેર ભાજપ પ્રમુખ બાલક્રિષ્નભાઈ મોતા, શહેર મહામંત્રી જયદિપસિંહ જાડેજા, ભૌમિકભાઈ વચ્છરાજાની સહિત જિલ્લા ભાજપના
હોદેદારો, શહેર સંગઠનના હોદેદારો, નગરપાલિકાના કાઉન્સીલરશ્રીઓ, સેલ અને મોરચાના હોદેદારો ઉપસ્થિત
રહયા હોવાનુ કચ્છ જિલ્લા ભાજપ મીડીયા ઈન્ચાર્જ સાત્વિકદાન ગઢવીની યાદીમાં જણાવાયું હતુ

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM