ધોરાજી માર્કેટિંગ યાર્ડના ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણીમાં ધોરાજીના યુવા અગ્રણી હરકિશન ભાઈ માવાણી ચેરમેન તરીકે બિનહરીફ વરણી તેમજ વાઇસ ચેરમેન તરીકે કિરીટભાઈ સાપરીયા બિનહરીફ નિમણૂક કરવામાં આવી

ધોરાજી માર્કેટિંગ યાર્ડ ખાતે યોજાયેલ ચૂંટણીમાં પૂર્વ કેબિનેટ મંત્રી અને જિલ્લા બેંકના ચેરમેન જયેશભાઇ રાદડીયા રાજકોટ જિલ્લા ભાજપ પ્રમુખ મનસુખભાઇ ખાચરીયા એ પાર્ટી ના નિયમ પ્રમાણે નિમણૂક બિન હરીફ પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડ સાથે ચર્ચા કર્યા બાદ જાહેર કરતા તેઓએ જણાવેલ કે આજની ધોરાજી માર્કેટિંગ યાર્ડ ના ડિરેકટરોની ચૂંટણી થયા બાદ ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણી બાકી હતી જે આજે પાર્લામેન્ટરી બોર્ડને નક્કી કર્યા મુજબ ધોરાજીના યુવા અગ્રણી હરકિસનભાઇ માવાણી ને ચેરમેન તરીકે તેમજ વાઇસ ચેરમેન તરીકે કિરીટભાઈ સાપરીયા ની નિમણૂક કરવામાં આવે છે આ સમયે જિલ્લા રજીસ્ટ્રાર ની હાજરીમાં ચૂંટણી કાર્યવાહી કરવામાં આવી હતી જેમાં અન્ય કોઈ ફોર્મ રજૂ ન થતા તેઓને બિનહરીફ જાહેર કરવામાં આવ્યા હતા ધોરાજી માર્કેટિંગ યાર્ડ ખાતે પૂર્વ કેબિનેટ મંત્રી જયેશભાઇ રાદડીયા તેમજ જિલ્લા ભાજપના પ્રમુખ મનસુખભાઇ ખાચરિયા રાજકોટ ડેરી ના પૂર્વ ચેરમેન ગોવિંદભાઈ રાણપરીયા કિશોરભાઈ રાઠોડ વી ડી પટેલ. કાંતિભાઈ જાગાણી જે ડી બાલધા લલીતભાઈ વોરા દિલીપભાઈ હોતવાણી વિપુલભાઈ ઠેસીયા સહિતના અગ્રણીઓ મોટી સંખ્યામાં સહકારી ક્ષેત્રના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા ચૂંટણી કાર્યવાહી યાર્ડના સેક્રેટરી ભુપતભાઈ કોયાણી અને તેની ટીમે કરી હતી

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM