અષ્ટાવક્ર વિકલાંગ વિકાસ ટ્રસ્ટ અને વિરજલા સેવા સમિતિ દ્વારા વિધવા બહેનોને ધાબળા વિતરણ કરાયા..

પાટણ તા.૮
શ્રી અષ્ટાવક્ર વિકલાંગ વિકાસ ટ્રસ્ટ , પાટણ દ્વારા શ્રી વિરજલા સેવા સમિતિ ના સહયોગ થી શુક્રવાર ના રોજ પાટણ શહેર ના ગાંધી સ્મૃતિ હોલ ખાતે પાટણ જિલ્લાની વિધવા બહેનોને ધાબળા વિતરણ કરવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલાં સમારંભના અધ્યક્ષ, મુખ્ય મહેમાન, અતિથી વિશેષ, ભોજનદાતા સહિતના મહાનુભાવો નાં વરદ હસ્તે વિધવા બહેનોને ધાબળા વિતરણ કરવામાં આવ્યા હતા.
શ્રી અષ્ટાવક્ર વિકલાંગ વિકાસ ટ્રસ્ટ , પાટણ તથા વીરજલા સેવા સમિતિ , પાટણ સંસ્થા ના પ્રમુખ કનુભાઈ પરમાર , મંત્રી કિર્તીભાઈ પટેલ અને લાભાર્થીઓએ મોટી સંખ્યા માં ઉપસ્થિત રહી કાયૅક્રમ ને સફળ બનાવવામાં સહિયોગ આપ્યો હતો.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *