કૃષિ, જળ સંચય અને જીવદયા ના વિષયો પર નિષ્ણાતોએ માર્ગદર્શન આપ્યું
મુન્દ્રા તાલુકાના પ્રાગપર રોડ જંક્શન પાસે આવેલા ભગવાન મહાવીર પશુ રક્ષા કેન્દ્ર, ‘એન્કરવાલા અહિંસાધામ’ ને 31 વર્ષ પૂર્ણતા નિમિતે તા. 8 અને 9 જાન્યુઆરી વિવિધ કાર્યક્રમોનું આયોજન થયેલ તેમાં ૦૮-૦૧-૨૦૨૨ ના સવારે સાડા નવ વાગે મહેમાનોના હસ્તે ધ્વજવંદન, ગૌ પુજન કરી મહાત્મા ગાંધીજી ની પ્રતિમાને સુતરનીમાળા પહેરાવી કાર્યક્રમ નો પ્રારંભ કરવામાં આવેલ શ્રી દામજીભાઇ એંકરવાલા ના મુખ્ય પ્રમુખ સ્થાને સમારંભની શરૂઆત કરવામાં આવેલ. જેમાં શાંતિભાઈ ગુલેચા, જાદવજીભાઈ એંકરવાલા, ડો. નિલેષભાઈ ગાલા, સુનિલભાઈ માનસિંગા, પરબતભાઈ ગોરસિયા, હરીશ છેડા, હિરાલાલ પાલ, વ્રજલાલ પટેલ, કોમલ છેડા અતિથિ વિશેષ સ્થાને મંચ પર બીરાજમાન હતા. કાર્યક્રમના પ્રારંભમાં પૂજ્ય કલ્પરત્ન વિજયજી મ. સા. એ માંગલિક ફરમાવ્યું હતુ અને કહ્યું હતુ કે સામાજિક સેવા કરવાથી માણસ અંદર રહેલી શક્તિ જાગે છે. માટે જીવદયાને અને સામાજિક કર્યો કરવા જરૂરી છે. આપણી પોતાની માતા છ મહિના કે બાર મહિના દૂધ પીવડાવે છે ત્યારે ગૌ માતા જીવનની શરૂઆત થી કરીને અંત સમય સુધી આપણને દૂધ પીવડાવે છે એટલે આપણી માં પછી આપણી ગૌ માતા છે. ઘણા સામાજિક આગેવાનો આવી અહિંસાધામ જેવી સંસ્થાઓ શરૂ કરે છે પણ એ સંસ્થાઓ દાન અને સહયોગ થી ચાલે છે જે લોકોએ દીપ પ્રાગટ્ય કર્યું છે તેમાં તેલ અને ઘી પૂરું પાડવું એ આપણી સૌ ની ફરજ છે. સંસ્થાના પ્રમુખ હરેશભાઇ વોરા એ સ્વાગત પ્રવચન કરી મહેમાનો અને દાતાઓને આવકાર્યા હતા. સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટી મહેન્દ્રભાઈ સંગોઇ એ સંસ્થાની પ્રવૃતિઓની ટુંકમાં માહિતી આપીને કહ્યું હતુ કે આ સંસ્થામાં જે જીવદયા, પશુ રક્ષા, પર્યાવરણ ઉપર જે કાર્ય થાય છે તેની નોંધ ભારતની અન્ય સંસ્થાઓ લે છે આ સંસ્થાનું કાર્ય જોઈ પાંચસો થી સાતસો સંસ્થાઓ સુધરી છે, અહી કોરોના સમય પહેલા રોજના બસ્સો થી ત્રણસો સ્કૂલના બાળકો આવીને સંસ્થા ની મુલાકાત લેતા હતા અને પછી પોતાના ગામ માં તેઓ જીવદયાનું કાર્ય કરતાં હતા એટલે આ સંસ્થા પ્રેરણા રૂપી પાઠશાળા જેવી છે. અને કહ્યું હતુ વૃક્ષ ની અંદર જીવ છે અને તેને ખબર પદે છે કે મને કોણ કાપવા આવે છે અને પાણી આપવા આવે છે માટે વૃક્ષ અને પર્યાવરણ નું જતન કરે છે એમ કહી દાતાઓને તમામ રીતે સહયોગ આપવા અપીલ કરી હતી. આ પ્રસંગે સુનિલ માનસિંગકાએ કહ્યું હતુ ભારતીય ગૌ વંશ ની પાસઠ જેટલી પ્રજાતિઓ છે ગૌ મૂત્ર નું અર્ક ગણા રોગો માટે કામ આવે છે, કેન્સર જેવા હઠીલા રોગો મટી જાય છે અને ગૌ વંશ આધારિત ખેતી કરવા માટે માર્ગદર્શન આપ્યું હતુ અને કહ્યું હતુ કે ગૌ માતા માં તેત્રીસ ક્રોડ દેવી દેવતા ઓ નો વાસ છે એટલે ગૌ માતા ના દર્શન કરવાથી બધા દેવતાઓના દર્શન થઈ જાય છે અને તેની પરિકરમાં કરવાથી દરેક તીર્થોનું ફળ મળે છે અને છેલ્લે કહ્યું હતુ ઘર ઘર ગાય અને ભારતના ગામે ગામ ગૌશાળા હોવી જોઈએ તોજ સાચી રીતે ગૌ માતા ની રક્ષા થશે અને ભારત ની સંસ્કૃતિ ટકી રહેશે. મોટીવેટર શાંતિભાઈ ગુલેચા એ જીવન જીવવાની અને સફળ થવાની વાતો કરી માર્ગદર્શન આપ્યું હતુ. વ્રજલાલ પટેલે કહ્યું હતુ કે આપણા સમાજમાથી આઇ.પી.એસ નથી થતાં અને ક્લેક્ટર અને પોલીસ ક્મિશ્નર ના હોદ્દા સુધી નથી પહોચતા માટે યુવાનો આગળ આવે અને પદ મળે તો એનો ફાયદો સામાજિક સંસ્થાઓને મળે. ડો. નિલેષભાઈ ગાલા એ કહ્યું હતુ કે આ સંસ્થા સાથે જોડવાથી અને અહી આવવાથી મને ઘણું જાણવા મળ્યું છે અને નક્કી કર્યું છે કે ડોનેશન માત્ર જીવદયા, અને પશુ રક્ષા માટે જ કરવું અને જૈન ધર્મ વધારે પ્રિય છે. હરીશભાઈ છેડા એ કહ્યું હતુ કે અહી આવવાથી હું અલગ દુનિયામાં ચાલ્યો ગયો હોઉ એવું લાગે છે. જીવદયા, પશુ રક્ષા, અને પર્યાવરણ મારો વિષય નથી પણ અહી આવતા આ ક્ષેત્રે પ્રેરણા મળી છે. મુંબઈ માં ગૌ વંશ કતલ બંધ થાય તેના માટે હું મુંબઈ નગર પાલિકામાં ઠરાવ રાખીશ અને એ પાસ કરાવીસ. જીવનમાં રાજનીતિ જરૂરી છે આપણા સમાજના લોકો રાજનીતિ માં નથી આવતા પરંતુ આવવું જોઈએ અને સારા માણસો રાજકારણમાં આવે તોજ પરીવર્તન કરી શકે અને હાલમાં સારા લોકો આવવાથી ઘણો ફરક પડ્યો છે અને બોરીવલી સ્ટેશનનો દાખલો આપ્યું હતો કે સ્ટેશન પર એસ્કેલેટર અને બ્રિજ થવાથી એક્સીડંટ ઓછા થઈ ગયા અને ભારત દેશના તમામ હાઇવે, રોડો સારા થઈ ગયા, સમાજ આપણને કઈ આપે છે તો આપણે પણ સમાજને કઈ આપીએ. નરેન્દ્ર મોદી જેવા સારા લોકો રાજકારણ માં આવે તો દેશ નો તમામ રીતે વિકાસ થાય. દામજીભાઇ એંકરવાલા એ પ્રમુખ સ્થાનેથી કહ્યું હતુ આ સંસ્થા નું સંચાલન છેલ્લા એકત્રીસ વર્ષ થી અદભૂત રીતે થાય છે અને મહેન્દ્ર ભાઈ અને તેમની ટિમ ને ધન્યવાદ આપતા કહ્યું હતુ કે દર વર્ષે અલગ અલગ સંસ્થા ના પ્રતિનિધિઓ અને વક્તાઓ ને શોધી લાવે છે અને દર વર્ષે આ સંકુલમાં આવા કાર્યક્રમો યોજાય છે અને દાતાઓના સાથ અને સહકારથી આ સંસ્થાનું સંચાલન થાય છે. સારા કાર્યકરો હોય તોજ સંસ્થાનું સારી રીતે સંચાલન થાય. દામજીભાઇ એંકરવાલા અને મહેમાનોના હસ્તે મયંકભાઇ ગાંધી, ગ્લોબલ વિકાસ ટ્રસ્ટ ના પ્રતિનિધિઓ ને એવોર્ડ અર્પણ કરવામાં આવેલ. મંચ પર ઉપસ્થિત તમામ મહેમાનોનું મોમેન્ટો આપી સંસ્થાના પ્રતિનિધિઓ ધ્વારા સન્માન કરવામાં આવેલ. આ પ્રસંગે જીવદયા પ્રેમીઓએ દાનની ગંગા વહેવડાવી હતી. બપોરે 3 વાગે નંદી સરોવર ખાતે મહેમાનોએ પાણી, ઘાસના કાર્યોનું નિરીક્ષણ કર્યું હતું. ત્યાર બાદ મહેમાનો ના હસ્તે વિવિધ ઉદઘાટન કરાયા હતા. રાજ યોગી બ્રહ્મા કુમારી સુશીલાદીદી ના વરદ હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવેલ. સાંજે વિજયભાઈ છેડાના પ્રમુખ સ્થાને સમારંભ યોજાયેલ તેમાં સુનિલભાઈ ગાલા (નવનીત), મુખ્ય મહેમાન સ્થાને તેમજ જયસુખભાઈ જાદવજી વાઘજીયાણી, જગદીશભાઈ બારૈયા, અભિજીત કુમાર, બાલાસાહેબ રૂગે, પારૂલબેન શાહ, અતિથી વિશેષ સ્થાને ખાસ ઉપસ્થિતી રહેલ જાણીતા વક્તા નવીનભાઇ બાપટ એ નંદિસરોવર એક પક્ષી તીર્થ છે તેના પર વક્તવ્ય આપ્યું હતું. અને ઉમેશભાઈ થાનકી એ ભારતનો સમૃદ્ધ વારસો વનસ્પતિ છે .તેના રક્ષણ ની માવજત કેમ કરવી એ વિષય પર માર્ગદર્શન આપ્યું હતું. કાર્યક્રમનું સંચાલન નીતાબેન ગાલાએ કર્યું હતું અને આભાર વિધી સંસ્થાના ઉપ પ્રમુખ અમૃતભાઈ છેડા એ કરી હતી રાત્રે આર વોઇસ ઇવેન્ટ નીતા ગાલા (મુંબઈ)દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયેલ આ આયોજન ને સફળ બનનાવવા સંસ્થાના કારોબારી સભ્યો અને સ્ટાફગણ એ ખાસ જહેમત ઉઠાવેલ


