અંબાજી મા બાપુએ ધૂણી બહાર બેસી લડત આરંભી

શક્તિ,ભક્તિ અને આસ્થાનું ત્રિવેણી સંગમ એટલે જગ વિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદ ઉપર આવેલું છે. અંબાજી ખાતે વિવિધ મંદિરો આવેલા છે. જેમા સૌથી વધુ મંદિરો અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ હસ્તક ના છે. અંબાજી ખાતે માનસરોવર પાસે બાપુ ની ધૂણી આવેલી હતી જે ધૂણી પર હાલ અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ નો કબ્જો છે. તાજેતરમાં માનસરોવર ધૂણી ના બાપુ અન્ય સંતો આ ધૂણી બહાર લડત નો પ્રારંભ કર્યો છે. જેમાંના એક સંત તો પાણી અને અન્ન નો પણ ત્યાગ કર્યો છે. મહંત વિજય પુરીજી મહારાજ અને છોટુગીરી મહારાજ સહિત ના સંતો આ ધૂણી બહાર શાંતી થી બેસી ન્યાય મળે તે માટે લડત નો પ્રારંભ કર્યો છે અને તેમની મુખ્ય માંગ છે કે અમને અહી પૂજા અર્ચના કરવા મળે. આ સાધુ સંતો માટે અંબાજી ની જાગૃત જનતા ભારે માન સન્માન ધરાવે છે. અંબાજી ના સેવાભાવી લોકો દ્વારા બાપુ ની ખબર અંતર પૂછવામાં આવે છે અને તેમને ન્યાય મળે તે માટે પ્રાથના પણ કરી રહ્યા છે. અંબાજી મંદિર ના વહીવટદાર દ્વારા આ બાબતે યોગ્ય નિકાલ લાવવામાં આવે તેવી માંગ ઉઠી છે.

:- સાધુ સંતો શાંતી થી લડત આરંભી :-

અંબાજી ખાતે પ્રાચીન ધૂણી પર લોકો બાબરી ઉતાર્યા બાદ બાપુ પાસે આશિર્વાદ લેતા હતા.6 જાન્યુઆરીથી અહીં આવેલા વિજયપુરી મહારાજએ જણાવ્યું હતું કે અમે શાંતિથી અહીં ન્યાય માટે બેઠા છીએ અને મે 4 દિવસથી અન્ન જળ નો ત્યાગ કરેલ છે.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *