ઉન્નતિ ફાઉન્ડેશન અને સંકલ્પ સંસ્થાના સયુંક્ત ઉપક્રમે માયા સાતમ નિમિત્તે સમગ્ર પરગણા વણકર સમાજ ના અગ્રણીઓનું સન્માન કરાયુ

તા.૭ ફેબ્રુઆરી ૨૦૨૨ ને સોમવાર, મહાસુદ સાતમ એટલે વિર મેઘ માયા દેવ ની ૮૮૩ મી બલિદાન તિથિ માયા સાતમ ના દિવસે શ્રી વિર મેઘ માયા મંદિર પરિસર, પાટણ મુકામે સમગ્ર પરગણા વણકર સમાજના સભ્યોનો સન્માન કાર્યક્રમ વિર મેઘ માયા મંદિર ના મહંત વિશ્વનાથ બાપુની ઉપસ્થિતિમાં ઉન્નતિ ફાઉન્ડેશન અને સંકલ્પ સંસ્થા પાટણના સયુંક્ત ઉપક્રમે રાખવામાં આવ્યો હતો. આ પ્રસંગે સમગ્ર પરગણા વણકર સમાજના પ્રમુખ ભીખાભાઇ મકવાણા, સમગ્ર પરગણા વણકર સમાજના સભ્ય સર્વશ્રી મહેશભાઈ પી. રાઠોડ -વિસનગર, વિણાબેન એમ દિપકર-મહેસાણા, કલ્પનાબેન પરમાર – મહેસાણા, બિપીનભાઈ કે. સોલંકી-કલોલ, રસિકભાઈ જે સોલંકી-ચિલોડા, અનિલભાઈ બી પરમાર-અચરાસણ, રમેશભાઈ પી રાઠોડ-વેજલપુર, દક્ષાબેન એ સોલંકી-મંડાલી, દક્ષાબેન જે જાદવ-કલોલ, મગનલાલ જી ડાભી-ગાધીનગર, જિજ્ઞેશકુમાર બી કાપડીયા-મહેસાણા વિગેરે નું ઉન્નતિ ફાઉન્ડેશનના પ્રમુખ પરેશભાઈ મકવાણા અને સંકલ્પ સંસ્થાના પ્રમુખ રાજેન્દ્ર કે. હિરવાણીયાએ તમામ સભ્યોનું શાલ ઓઢાડીને, બુકે આપી તેમજ રાષ્ટ્ર પુરૂષ ડૉ. બાબાસાહેબ આંબેડકર જી નું પુસ્તક આપી સન્માન કર્યું હતું. આ પ્રસંગે મનોજભાઈ સોલંકી, અશોકભાઈ પરમાર, નરેશ મકવાણા વિગેરે ઉપસ્થિત રહ્યા હતાં.સમગ્ર પરગણા વણકર સમાજ દ્વારા પણ વિર માયા દેવ મંદિર ના મહંત વિશ્વનાથ બાપુનું, ઉન્નતિ ફાઉન્ડેશનના પ્રમુખ પરેશભાઈ મકવાણા અને સંકલ્પ સંસ્થાના પ્રમુખ રાજેન્દ્ર કે. હિરવાણીયા નું વિર મેઘ માયા દેવ નું કેલેન્ડર, બુકે, જય ભીમ નો ખેસ તેમજ ડૉ.આંબેડકર ની મોમેન્ટ આપી સન્માન કર્યું હતું.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *