નાણાકીય અને ડિજિટલ સાક્ષરતા શિબિરનું આયોજન


ઉમરપાડા ફિનકેર સ્મોલ ફાઇનાન્સ અને એન આઈ આઈ ટી ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે તા. 3 & 4 /02/2022 ગુરૂવાર અને શુક્રવાર ના રોજ સુરત જિલ્લા ના ગામ ઉમરખાઙી અને ઝરપન ખાતે નાણાકીય અને ડિજિટલ સાક્ષરતા કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગ્રામજનોને આર્થિક અને ડીજીટલ સાક્ષરતા અંગે જાગૃત કરી માહિતી આપવામાં આવી હતી.જેમા બચત,નાણાકીય સાક્ષરતા, બચત અને ચાલું ખાતા વિશે માહિતી આપવામાં આવી.સાથે વિમા નું મહત્વ ,લોન,નાણાકીય આવક-જાવક વિશે સમજાવામાં આવ્યુ.અને સરકાર શ્રી ની વિવિધ યોજનાઓ વિશે માહિતગાર કરવામાં આવ્યા જેવી કે અટલ પેન્શન યોજના,સુકન્યા સમુધ્ધી યોજના,પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના વગેરે.તેમજ કોરોના વાયરસ વિશે પણ જાગૃત કરવામાં આવ્યા હતા, ફિનકેર બેંક દ્વારા પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા અને નાસ્તાનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું. એનઆઈઆઈટી ટ્રેનર પ્રકાશ મકવાણા અને ફિનકેર બેંકના શાખા મેનેજર શ્રી દશરથભાઈ તઙવી અને અજીત ભાઈ બારીયા શાખા મેનેજર તથા તેમની ટીમ ધ્દ્રારા આ કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું.

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM