પંડિત દીનદયાળ ઉપાધ્યાયજીની પુણ્યતિથિ ‘સમર્પણ દિન’ નિમિત્તે આજરોજ ગૃહરાજ્યમંત્રીશ્રી તેમજ મહાનગરના પ્રભારી મંત્રીશ્રી હર્ષ સંઘવીની વિશેષ ઉપસ્થિતિમાં ગાંધીનગર ખાતે ભાજપા દ્વારા સાદર વંદન સાથે “પુષ્પાંજલિ અર્પણ” કાર્યક્રમ યોજાયો.
ભાજપાના “માઈક્રો ડોનેશન અભિયાન” અન્વયે ભાજપા માટે યથાશક્તિ અનુદાન આપવા માટે સૌને અપીલ કરવામાં આવી.
એકાત્મ માનવવાદ અને અંત્યોદયના પ્રણેતા, પ્રખર રાષ્ટ્રવાદી, ઉત્કૃષ્ટ સંગઠનકર્તા અને પ્રેરણાસ્ત્રોત પંડિત દીનદયાળ ઉપાધ્યાયજીની પુણ્યતિથિ ‘સમર્પણ દિન’ નિમિત્તે આજરોજ ગૃહરાજ્યમંત્રીશ્રી તેમજ મહાનગરના પ્રભારી મંત્રીશ્રી હર્ષ સંઘવીની વિશેષ ઉપસ્થિતિમાં શ્યામ શુકન રેસિડેન્સી, ભાઇજીપુરા ચોકડી, પી.ડી.પી.યુ રોડ, ગાંધીનગર ખાતે ભાજપા દ્વારા સાદર વંદન સાથે “પુષ્પાંજલિ અર્પણ” કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે મહાનગર ભાજપા અધ્યક્ષશ્રી ઋચિર ભટ્ટ, મેયરશ્રી હિતેશભાઈ મકવાણા, ડૅ. મેયરશ્રી પ્રેમલસિંહ ગોલ, સ્ટૅ.કમિટી ચેરમેન જસવંતભાઈ પટેલ, સંગઠનના હોદ્દેદારો, અગ્રણીશ્રીઓ, કોર્પોરેટરો, કાર્યકર્તાઓ, શુભેચ્છકો ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત ગૃહરાજ્ય મંત્રીશ્રી હર્ષ સંઘવી સહિત ઉપસ્થિત સૌએ શ્રદ્ધેય પંડિત દીનદયાળ ઉપધ્યાયજીને પુષ્પાંજલિ અર્પણ કરી તેમના જીવન કવન અને યોગદાનનું સ્મરણ કરવામાં આવ્યું હતું તેમજ ભાજપાના “માઈક્રો ડોનેશન અભિયાન” અન્વયે ભાજપા માટે યથાશક્તિ અનુદાન આપવા માટે સૌને અપીલ કરવામાં આવી હતી જેમાં મહાનગર ભાજપા સોશિયલ મીડિયા વિભાગ દ્વારા નમો એમ થકી ડોનેશન કરવા માટે જરૂરી માહિતી પૂરી પાડવામાં આવી હતી. મહાનગરના તમામ વોર્ડમાં આજરોજ ભાજપા સંગઠન દ્વારા પંડિત દીનદયાળ ઉપધ્યાયજીને પુષ્પાંજલિ અર્પણ કરવાનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો.




