મહેસાણા મુકામે ભારત તિબ્બત સમન્વય સંઘ, મહેસાણા ઇકાઈ મહિલા મોરચા દ્વારા આગામી શિવરાત્રી પર્વના કાર્યક્રમ અનુસંધાને એક બેઠક

હેસાણા મુકામે ભારત તિબ્બત સમન્વય સંઘ, મહેસાણા ઇકાઈ મહિલા મોરચા દ્વારા આગામી શિવરાત્રી પર્વના કાર્યક્રમ અનુસંધાને એક બેઠક યોજાઇ. જેમાં શિવરાત્રીના રોજ મહાદેવજીના અભિષેક કાર્યક્રમ તથા સંકલ્પ કાર્યક્રમ જેમ કે કૈલાસ માનસરોવર ના મુક્તિ માટે સંકલ્પ કાર્યક્રમનો નિર્ણય લેવામાં આવ્યો. ભારત સરકારશ્રીના સર્વોચ્ચ ભારત રત્ન ઍવોર્ડ સન્માનિત શ્રી લતાદીદી તેમજ પદ્મશ્રી ઍવોર્ડથી સન્માનિત શ્રી બીરજુ મહારાજના નિધન અંગે બે મિનિટ મૌન પાળી શ્રદ્ધાંજલી અર્પણ કરવામાં આવી જેમાં મહેસાણા ઈકાઈ મહિલા વિભાગ અધ્યક્ષ દક્ષાબેન પટેલ, મહામંત્રી ઉષાબેન પટેલ અને વિશેષ ઉપસ્થિતિ પ્રદેશ કોષાધ્યક્ષ  શ્રીકૌશીકભાઈ નાયક તથા જિલ્લા ભાજપ અગ્રણી શ્રીસી.એચ.પટેલ ઉપસ્થિત રહ્યા હતા. તેમજ બી.ટી.એસ. ના મહિલા વિભાગના અન્ય હોદ્દેદાર તમામ બહેનો ઉપસ્થિત રહેલ હતી.  

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *