અર્થ સ્કુલ ઝુંડાલ કેમ્પસ માં શિક્ષક અને વિદ્યાર્થીઓ વચ્ચે 15 over ની ક્રિકેટ મેચ રમવામા આવી 

અર્થ સ્કુલ ઝુંડાલ કેમ્પસ માં શિક્ષક અને વિદ્યાર્થીઓ વચ્ચે 15 over ની ક્રિકેટ મેચ રમવામા આવી હતી . જેમાં શિક્ષક અને વિદ્યાર્થીઓ મા અનેરો ઉત્સાહ જોવાં મળ્યો હતો.અંપાયર અને ટ્રસ્ટી શ્રી મરીન પટેલ દ્વારા ટોસ ઉછાળવા માં આવ્યો હતો.પ્રથમ બેટિંગ મા શિક્ષકો દ્વારા કુલ ૮૨ રન સાથે all out અને વિદ્યાર્થીઓ દ્વારા ૩ વિકેટ મા જ 83 રન સાથે વિદ્યાર્થીઓ વિજયી બન્યા હતા . આચાર્ય શ્રી શ્રીમતી અનીતા શર્મા અને શ્રીમતી હેતલ પટેલ દ્વારા ઉત્કૃષ્ઠ સંચાલન અને શ્રીમતી આનિતા શર્મા દ્વારા કમેંટરી આપી મેચ રમત વીરો નો ઉત્સાહ વધાર્યો હતો . મેચ ના અંપાયર તરીકે સ્કુલ ના ટ્રસ્ટી શ્રી મરીન પટેલ સાહેબ દ્વારા પણ આખી ટીમ ને ઉત્સાહમાં વધારો કરી પ્રોત્સાહન આપ્યું હતું . એ બાબત ઉલ્લેખનીય છે કે આવા આયોજન થી વિદ્યાર્થીઓ અને શિક્ષકો વચ્ચે શ્રેષ્ઠ સંકલન અને સાંમજસ્ય ના શ્રેષ્ઠ દાખલા જેવા મળે છે .

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *