ઇસ્કોન મંદિર રાજકોટ દ્વારા તારીખ 18મી માર્ચ ના રાધા કૃષ્ણ ના સંયુક્ત અવતાર એવા ભગવાન શ્રી ચૈતન્ય મહાપ્રભુ નો અવિર્ભાવ દિન (જન્મજયંતિ ) ગૌર પૂર્ણિમા ધામ ધૂમ પૂર્વક ઉજવવા માં આવશે

તારીખ 17 ના સાંજે 7:30 વાગે માત્ર ગાય ના છાણ, વેદિક મંત્રોચ્ચાર અને હરે કૃષ્ણ મહામંત્ર ની ધૂન સાથે પર્યાવરણ નું સંવર્ધન કરવા નૈસર્ગીક હોળી પ્રજ્વલિત કરવામાં આવશે

કળિયુગ માં નાસ્તિક થઇ રહેલી પ્રજા નો ઉદ્ધાર કરવા અને ભગવાન નું ધામ પ્રાપ્ત કરવા માટે ની સરળતમ યજ્ઞ એટલે સંકીર્તન યજ્ઞ, આ અંધકાર માં રહેલી પ્રજા ને આપવા પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર ભગવાન શ્રી કૃષ્ણ એ રાધારાણી ના ભાવ સાથે ભક્ત રૂપે ઇ.સ. 1486 માં ફાગણ સુદ પૂર્ણિમા ના દિવસે ભગવાન શ્રી ચૈતન્ય મહાપ્રભુ ના રૂપે અવતાર લીધો. ભગવાન ચૈતન્ય મહાપ્રભુ નો વર્ણ પીગળતા સુવર્ણ જેઓ હોવાથી તેઓ ગૌર અથવા ગૌરાંગ મહાપ્રભુ તરીકે ઓળખાતા હતા અને તેથી જ તેમનો અવિર્ભાવ દિન ગૌર પૂર્ણિમા ના નામ થી ઓળખાય છે.

આ અંગે વધુ માહિતી આપતા ઇસ્કોન મંદિર રાજકોટ ના પ્રમુખ વૈષ્ણવસેવા પ્રભુજી જણાવે છે કે ભગવાન ને પ્રાપ્ત કરવા માટે હરે કૃષ્ણ મહામંત્ર તેમજ કીર્તન અને નાચન ની સરળતમ પદ્ધતિ ભગવાન શ્રી ચૈતન્ય મહાપ્રભુ એ આપી હતી. અમે ઇસ્કોન મંદિર રાજકોટ દ્વારા તારીખ 18મી માર્ચ ના ગૌર પૂર્ણિમા ની ઉજવણી રંગે ચંગે તેમજ ખૂબજ ધામ ધૂમ પૂર્વક કરવામાં આવશે. કાર્યક્રમ ની શરૂવાત તારીખ 17ની સાંજે 7:30 કલાકે હોલિકા દહન થી થશે. આ વર્ષે પ્રથમ વખત ઇસ્કોન મંદિર રાજકોટ દ્વારા મંદિર પરિસર માં હોલિકા દહન કરવામાં આવશે. આ હોલિકા દહન દરમિયાન પર્યાવરણ નું સંવર્ધન કરવા માટે માત્ર ગાય ના છાણ ની હોળી, વેદિક મંત્રોચ્ચાર અને હરે કૃષ્ણ મહામંત્ર ની ધૂન સાથે પ્રજ્વલિત કરવામાં આવશે. ત્યાર બાદ 18 મી તારીખ ગૌર પૂર્ણિમા ની શરૂવાત સવારે 4:30 કલાકે મંગળા આરતી થી કરવામાં આવશે. ત્યારબાદ સવારે 8 વાગે શ્રુંગાર આરતી અને 9 વાગે ચૈતન્ય ચરિત્રામૃત પર પ્રવચન આપવામાં આવશે. સાંજે 7 વાગે ભગવાન શ્રી ચૈતન્ય મહાપ્રભુ નો અભિષેક કરવામાં આવશે અને ત્યારબાદ સાંજે 8 વાગે સૌ ને માટે ભંડારા – પ્રસાદ નું આયોજન કરેલ છે. માટે આ સૌ કાર્યક્રમ નો લાભ રાજકોટ ની ધર્મપ્રેમી પ્રજા મેળવે અને ભગવાન ના કરુણા અવતાર શ્રી ચૈતન્ય મહાપ્રભુ ના આશીર્વાદ મેળવે તે માટે શ્રી શ્રી રાધા નીલમાધવ ધામ, ઇસ્કોન મંદિર રાજકોટ માં પધારવા નું ભાવભીનું આમંત્રણ છે.

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM