સીમા ભવાની શૌર્ય એક્સપીડેશન-‘‘એમ્પાવરમેન્ટ રાઇડ ર૦રર’’ને પ્રસ્થાન

બીએસએફની મહિલા બાઈકર્સ નું સાહસ

બી.એસ.એફ ની મહિલા બાઇકર્સ ટીમ ગુજરાત બી.એસ.એફ હેડકવાર્ટર આવી પહોંચતા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે તેને સફળતાની શુભેચ્છાઓ પાઠવી આગળના પ્રયાણ માટે ફલેગ ઓફ કરાવ્યું હતું. ભૂપેન્દ્ર પટેલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની પ્રેરણાથી આ વર્ષે ઉજવાઇ રહેલા આઝાદી કા અમૃત મહોત્સવ અવસરે દેશની એકતા અખંડિતતાને નવું જોમ આપતી મહિલા બાઇકર્સને નારીશક્તિ, સામર્થ્યનું આગવું પ્રતિક ગણાવી હતી.દેશમાં રક્ષા ક્ષેત્રે તથા સુરક્ષા બળોમાં મહિલાશક્તિની વધતી સહભાગીતાની સફળતાનો શ્રેય વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રોત્સાહન અને માર્ગદર્શનને આપ્યો હતો. તેમણે કહ્યું કે, છેલ્લા ૭ વર્ષમાં દેશના પોલીસ દળ અને કેન્દ્રીય સુરક્ષા બળમાં મહિલાઓની ભાગીદારી બમણી થઇ છે.ર૦૧૪માં ૧ લાખ પાંચ હજારની સંખ્યા હતી તે ર૦ર૦માં બે લાખ ૧પ હજાર થઇ ગઇ છે.
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે સરહદના સંત્રી તરીકે ફરજરત બોર્ડર સિક્યુરિટી ફોર્સની આ મહિલા બાઇકર્સ ૩પ૦ સી.સી. ની રોયલ એનફીલ્ડ મોટર સાયકલ સવાર તરીકે પોતાના અપ્રતિમ સાહસ અને શૌર્ય માટે પ્રખ્યાત છે તે માટે પણ અભિનંદન આપ્યા હતા આ પ્રસંગે રાજ્યના પોલીસ મહાનિદેશક આશિષ ભાટિયા તથા બી.એસ.એફ ના ઇન્સપેકટર જનરલ જ્ઞાનેન્દ્રસિંહ મલિક તેમજ બી.એસ.એફ ના અધિકરીઓ અને જવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા.
આ અંગે વિશેષ માહિતી આપતાં બીએસએફના ગુજરાત વડા અને આઈજીપી જ્ઞાનેન્દ્રસીંહ મલિકે જણાવ્યું હતું કે નવી દિલ્હીથી 8 માર્ચના રોજ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસે 35 જેટલી ડેર ડેવીલ બાઈકર્સ ટીમે પ્રેરણાદાયી અને સાહસીક સફર શરુ કરી હતી.દિલ્હીથી 5280 કિલોમીટર નું અંતર કાપી વિવિધ રાજ્યોમાંથી પસાર થઈને તા.30 માર્ચના રોજ તામિલનાડુના કન્યાકુમારી ખાતે પહોંચશે.
ડેવિડ પટેલ

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM