નાણાંમંત્રી કનુભાઇ દેસાઇના હસ્‍તે પારડી તાલુકાના ખડકી ખાતેથી સુજલામ સુફલામ જળ અભિયાનનો શુભારંભ કરાયો

વલસાડ જિલ્લામાં રૂ.૧૨૪૮ લાખના ખર્ચે તળાવો ઊંડા કરવા સહિત જળસંચયના ૪૫૮ કામોનું આયોજન

લસાડ જિલ્લામાં સુજલામ સુફલામ જળ અભિયાન-૨૦૨૨ અંતર્ગત તળાવ ઊંડા કરવાના અને નદી પુનઃ જીવીત કરવાના કામોનાં ખાતમૂહર્ત નાણાં, ઊર્જા અને પેટ્રોકેમિકલ્‍સ વિભાગના મંત્રી કનુભાઇ દેસાઇના વરદ હસ્‍તે પારડી તાલુકાના ખડકી ગામે ઓલીયું તળાવ ખાતેથી કરાયો હતો. સુજલામ સુફલામ જળ અભિયાન – ૨૦૨૨ અંતર્ગત વલસાડ જિલ્લામાં રૂ. ૧૨૪૭.૯૮ લાખના ખર્ચે  તળાવો ઊંડા કરવા, ચેકડેમ અને જળાશયડિસિલટિંગ, ચેકડેમ રીપેરીંગ, નહેર સફાઈ, રેઇન વોટર હારવેસ્ટિંગ, નદી-વોકળાની સફાઈ, ખેત તલાવડી, માટી પાળા, કન્ટુરસ્ટ્રેન્ચ વગેરે કુલ ૪૫૮ કામોનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં લોકભાગીદારીના ૪૪ કામો, મનરેગા યોજના હેઠળ ૨૪૬ કાર્યો, વનવિભાગનાં ૧૦ કામો, નગરપાલિકા ૭ કામો, જળ સંપત્તિ અને પાણી પુરવઠા વિભાગ હેઠળના ખાતાકીય કામો ૧૩૮ કામોનો સમાવેશ થાય છે. આ  અભિયાન  અંતર્ગત ૨૦૧૮માં રૂ.૮૪૭.૨૨ લાખના ખર્ચે ૮૨૫ કામો, ૨૦૧૯માં  રૂ.૮૮૨.૧૪ લાખના ખર્ચે ૫૫૨ કામો, ૨૦૨૦માં રૂ.૯૪૬.૭૮ ના ખર્ચે ૩૬૦ કામો તેમજ ૨૦૨૧માં ૧૧૪૩.૮૯ લાખના ખર્ચે ૫૩૨ કામો કરાયા હતા. આ અવસરે નાણાં મંત્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે, વધુ સારી રીતે જળસંચિત થઇ શકે, સુચારુ આયોજન થઇ શકે તે હેતુસર રાજ્ય સરકારે આ વર્ષે જળસંચય યોજનાની વહેલી શરૂઆત કરી છે. તળાવો વધુ સુંદર બને તે માટે સંબંધિત ગામોના સરપંચને વ્યવસ્થિત રીતે આયોજન કરવા જણાવ્યું હતું. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ગુજરાતમાં જળ સંચયનો યશ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીને જાય છે જેમણે ગુજરાતમાં તેમના મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળ દરમિયાન નર્મદાનું પાણી કચ્છમાં લઈ જઈ ત્યાં હરિયાળી બનાવી છે. અસ્ટોલ પાણી પુરવઠા યોજના હેઠળ પ્રજાજનોને પીવાનું પાણી આપવાની યોજનાનું ટૂંક સમયમાં લોકાર્પણ કરવામાં આવશે. વલસાડ જિલ્લામાં રૂ.૫૦૦ કરોડના ખર્ચે નદીઓ ઉપર મોટા ચેકડેમ બનાવી જળસંચયનું આયોજન કરાયું છે અને તે માટે કોઇપણ પરિવારનું વિસ્થાપન થશે નહીં, તેમ તેમણે વધુમાં જણાવ્યું હતું. આ અવસરે સાંસદ ડો. કે.સી.પટેલ, ધરમપુર ધારાસભ્ય અરવિંદભાઇ પટેલ અને જિલ્લા કલેક્ટર ક્ષિપ્રા આગ્રેએ પ્રાસંગિક ઉદબોધનો કર્યાં હતાં. દમણગંગા નહેર સંશોધન વિભાગના કાર્યપાલક ઇજનેર અને નોડલ અધિકારી એમ.એમ.ગામીતે સ્વાગત પ્રવચનમાં સૌને આવકારી વલસાડ જિલ્લામાં સુજલામ સુફલામ જળ અભિયાન અંતર્ગત થનારા કામોની રૂપરેખા આપી હતી. આ અવસરે સુજલામ સુફલામ જળ અભિયાન અંતર્ગત મળેલી સફળતાની ઝાંખી દર્શાવતી ડોક્યુમેન્ટરી ફિલ્મનું નિદર્શન કરાયું હતું. ઉદવાડા હાઇસ્કુલની બાળાઓએ  પ્રાર્થના ગીત રજૂ કર્યું હતું.કાર્યક્રમ સ્થળે જિલ્લા ચૂંટણી વિભાગ દ્વારા મતદાર જાગૃતિ અભિયાન પણ યોજાયું હતું. સમગ્ર કાર્યક્રમનું સંચાલન ઉન્નતિ દેસાઈએ કર્યું હતું. આભારવિધિ ખડકી સરપંચ શંકરભાઇ પટેલે આટોપી હતી.   આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ અલ્‍કાબેન શાહ, જિલ્લા વિકાસ અધિકારી મનીષ ગુરવાની, નિવાસી અધિક કલેકટર એન.એ.રાજપૂત, વલસાડ જિલ્લા સંગઠન પ્રમુખ હેમંતભાઈ કંસારા, જિલ્લા-તાલુકા પંચાયતના સભ્યો, ગ્રામજનો ઉપસ્‍થિત રહ્યા હતા.

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM