“સબકા સાથ, સબકા વિકાસ, સબકા વિશ્વાસ”ના સૂત્રના મૂળમાં શાસ્ત્રીજી-સ્વામી ધર્મજીવનદાસજીનો વિચાર: વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી

અમદાવાદના SGVP ખાતે સ્વામી માધવપ્રિયદાસજી લિખિત “ધર્મજીવન ગાથા ” ગ્રંથના વિમોચન પ્રસંગે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતી, મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઇ પટેલ થયા સહભાગી

મદાવાદના સરખેજ-ગાંધીનગર હાઇવે સ્થિત SGVP ગુરુકુળ ખાતે આયોજિત ભાવવંદના પર્વને સંબોધતા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ જણાવ્યું હતું કે, તેમણે આપેલા “સબકા સાથ સબકા વિશ્વાસ સબકા વિશ્વાસ”ના સૂત્ર મૂળમાં પૂજ્ય શાસ્ત્રીજી -સ્વામી ધર્મજીવનદાસજીનો વિચાર રહેલો છે. આ અવસરે સ્વામીશ્રી માધવપ્રિયદાસજી લિખિત ધર્મજીવન ગાથા ગ્રંથના વિમોચન પ્રસંગે વિશાળ જનમેદનીને વર્ચ્યુઅલી સંબોધતા વડાપ્રધાનશ્રીએ કહ્યું કે , સ્વામીનારાયણ સંપ્રદાય ના સત્સંગીઓ સ્વદેશીનો વિચાર અપનાવી આત્મનિર્ભર ભારતના સંકલ્પને સાકાર કરવામાં મહત્વની ભૂમિકા ભજવી શકે તેમ છે. તેમણે સંતગણને સત્સંગીઓના પરિવારજનોની સામૂહિક શક્તિને જોડી આઝાદીના અમૃત મહોત્સવમાં યોગદાન આપવા માટે પણ અપીલ કરી હતી. તેમણે એમ પણ કહ્યું કે સ્વચ્છ ભારતના નિર્માણમાં સત્સંગીઓની સામૂહિક શક્તિ ઘણી ઉપયોગી થઈ પડે તેમ છે. વડાપ્રધાનશ્રીએ કહ્યું કે ,આપણી ગુરુકુળ પરંપરા એ ભવ્ય ભૂતકાળ અને ઉજ્જવળ ભવિષ્યને જોડતી કડી છે. આ અવસરે સ્વામી શ્રી માધવપ્રિયદાસજીના હસ્તે લિખિત “ધર્મજીવન જીવનગાથા” ગ્રંથની પ્રથમ નકલ મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઇ પટેલને અર્પણ કરી હતી. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલે તેમના પ્રાસંગિક ઉદબોધનમાં જણાવ્યું હતું કે ,સ્વામી શ્રી ધર્મજીવનદાસજીએ ભગવાન સ્વામિનારાયણ દ્વારા પ્રબોધવામાં આવેલા શિક્ષાપત્રીના સંદેશને જીવનમાં ઝીલીને સમાજ ઘડતરનું કાર્ય કર્યું. મુખ્યમંત્રીશ્રીએ આ તકે ભારતની ગુરુકુળ પરંપરાનો ઉલ્લેખ કરતા કહ્યું કે , ગુરુકુળ પરંપરાને પુનઃ પ્રસ્થાપિત કરી આપણે” શ્રેષ્ઠ ભારત”ની સંકલ્પના સાકાર કરી શકીએ તેમ છીએ. મુખ્યમંત્રીશ્રીએ આ અવસરે સમાજને વ્યસનમુક્ત બનાવવામાં સ્વામિનારાયણ સંપ્રદાયએ ભજવેલી ભૂમિકાની પણ સરાહના કરી હતી. આ કાર્યક્રમમાં કેન્દ્રીયમંત્રીશ્રી પરસોતમભાઈ રૂપાલા, અમદાવાદ શહેરના મેયર શ્રી કિરીટભાઈ પરમાર, કૃષિ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ , દિલ્હી હાઈકોર્ટના પૂર્વ મુખ્ય ન્યાયમૂર્તિ ડી.એન પટેલ અને સ્વામિનારાયણ સંપ્રદાયનો સંત ગણ તેમજ વિશાળ સંખ્યા માં હરિભક્તોઉપસ્થિત રહ્યા હતા.

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM