એસ. કે.યુનિવર્સિટી વિસનગર માં શહીદ દિન નિમિત્તે ચેરમેન શ્રી પ્રકાશભાઈ પટેલ દ્વારા સરાહનીય કાર્ય કરવામાં આવ્યું.

તાજેતરમાં જ તેમણે કાશ્મીર ફાઈલ ફિલ્મના શો 914 વ્યક્તિઓને ફ્રીમાં બતાવીને પોતાની દેશદાઝ વ્યક્ત કરી તે સાબિત કરે છે કે તેમને દેશ પ્રત્યેની લાગણી કેટલી છે તેમજ
આજ રોજ તા.27-03-22 ના શહીદ દિન નિમિતે સાંકળચંદ પટેલ યુનિવર્સિટી દ્વારા નૂતન જનરલ હોસ્પિટલ ખાતે શહીદવીર ભગતસિંહજી , સુખદેવજી , રાજગુરુજી ને શ્રદ્ધાંજલિ આપવામા આવી . આ પ્રસંગે બ્લડ ડોનેશન કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સંસ્થા ના પ્રેસિડેન્ટ પ્રકાશભાઈ પટેલ સહિત સમગ્ર ટ્રસ્ટીગણ , યુનિવર્સિટી સ્ટાફ અને તમામ વિભાગ ના હેડ અને કર્મચારી હાજર રહી શહીદો ને પુષ્પાંજલિ આપી શ્રદ્ધાંજલિ આપવામા આવી હતી.શ્રી પ્રકાશભાઈ પટેલ સહિત 200 થી પણ વધુ યુવક – યુવતીઓ દ્વારા રક્તદાન કરવામાં આવ્યું હતુ . પ્રકાશભાઇએ વિશેષ કહેતા જણાવ્યું કે દરેક વ્યક્તિને પોતાના દેશ માટે લાગણી અને ગૌરવ હોવું જ જોઈએ આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી આપણા દેશ માટે જે કાર્યો કરે છે તેમની સામે આ એક નાનું સરખું પણ કાર્ય નથી છતાં પણ તેમના ઉદ્દેશો ને ધ્યાનમાં રાખીને અમે આવા કાર્યો કરતા રહીએ છીએ.
ડેવિડ પટેલ. મહેસાણા

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *