ગોકુલ ગ્લોબલ યુનિવર્સિટીના ચોથા સ્થાપના દિનની ભવ્યાતિભવ્ય ઉજવણી

ગોકુલ ગ્લોબલ યુનિવર્સિટીના ચોથા સ્થાપના દિન નિમીત્તે કેમ્પસ ખાતે વિવિધ પ્રોગ્રામોની ઉજવણી કરવામાં આવી. સૌ પ્રથમ યુનિવર્સિટીના ચેરમેનશ્રી બલવંતસિંહ રાજપૂતે તેમના ઉદબોધનમાં યુનિવર્સિટીના મંત્ર ” વિદ્યા અનંતમ” નું મહત્વ સમજાવતાં તમામ વિદ્યાર્થીઓને કારકીર્દી માટે શુભકામનાઓ પાઠવી હતી. અઝાદીનીના અમૃત મહોત્સવ તેમજ ફીટ ઈન્ડીયા મુવમેન્ટના ભાગરૂપે સામુહિક યોગ–પ્રાયાણામ, સામુહિક પ્રાર્થના કાર્યક્રમ વિગેરેની સ્ટાફગણ અને વિદ્યાર્થીઓએ મળી સામુહિક ઉજવણી કરી. યુનિવર્સિટી ખાતેના નક્ષત્રવન, યજ્ઞશાળામાં આવનાર સમયમાં વિદ્યાર્થીઓ પોતાની ઉજવળ કારકીર્દી બનાવી સમગ્ર વિશ્વમાં ખરા અર્થમાં ગ્લોબલ યુનિ.નું નામ રોશન કરે તેવી મા બહુચરના આર્શિવાદથી નવચંડી યજ્ઞ યોજાયો. આ ઉપરાંત યુનિવર્સિટી કેમ્પસ ખાતે રંગોળી સ્પર્ધા, વર્લ્ડ વોટર ડે થીમ આધારીત પોસ્ટર પ્રેઝન્ટેશન, નવી શિક્ષણ નીતિ ર૦ર૦ ના વિષય ઉપર નેશનલ કોન્ફરન્સ તથા બ્લડ ડોનેશન, થેલેસીમીયા, બોડી ચેક–અપ તેમજ વૃક્ષારોપણના કાર્યક્રમો યોજાયા. ઓડીટોરીયમ ખાતે કલા મહાકુંભના વિવિધ વિજેતાઓ દવારા ગણેશ વંદના, કથકતૃત્ય, રાસ ગરબા, ગૃપ ડાન્સ અને એકાંકી નૃત્ય જેવા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા. વિજેતાઓને ચેરમેન બલવંતસિંહ રાજપૂતના હસ્તે ટ્રોફી એનાયત કરવામાં આવી હતી. આ કાર્યક્રમ દરમ્યાન આજુબાજુના ગામના સરપંચશ્રીઓનું શાલ ઓઢાડી બહુમાન કરવામાં આવ્યુ. સમગ્ર કાર્યક્રમમાં વાઈસ ચાન્સેલર, રજીસ્ટ્રાર, તમામ ફેકલ્ટીના ડીન, અધ્યાપકો,વહીવટી સ્ટાફગણ અને વિદ્યાર્થીઓએ હાજર રહી ચોથા સ્થાપના દિનની ભવ્યાતિભવ્ય સામુહીક ઉજવણી કરી.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *