
વલસાડ જિલ્લામાં ‘બોલેગા બચપન’ મૌખિક અભિવ્યટક્તિો અભિયાનની શરૂઆત

જિલ્લા વિકાસ અધિકારી મનીષ ગુરવાનીએ અટકપારડી પ્રાથમિક શાળા ખાતેથી શુભારંભ કરાવ્યો

માહિતી બ્યુ રોઃવલસાડઃતા.૨૩: વલસાડ તાલુકાની અટક-પારડી પ્રાથમિક શાળા ખાતે જિલ્લા વિકાસ અધિકારી મનીષ ગુરવાનીની ઉપસ્થિવતિમાં ‘બોલેગા બચપન’ – મૌખિક અભિવ્યયક્તિલ અભિયાનનો જિલ્લા કક્ષાનો કાર્યક્રમ યોજી શાળાના વિદ્યાર્થીઓના હસ્તેી શરૂઆત કરવામાં આવી હતી.
આ અવસરે જિલ્લા વિકાસ અધિકારી મનીષ ગુરવાની જણાવ્યુંક હતું કે, આજે તાલુકા અને બીટ કક્ષાના વિવિધ ૨૭ સ્થેળોએ પણ આ અભિયાનનો શુભારંભ કરવામાં આવ્યોિ છે. આગામી સમયમાં દરેક શાળાના, દરેક વર્ગખંડના, દરેક બાળકની મૌખિક અભિવ્યક્તિક ક્ષમતા સંવર્ધન પ્રવૃત્તિ એક ઝુંબેશ સ્વંરૂપે સમયબધ્ધ રીતે હાથ ધરવામાં આવશે.
વર્ગખંડમાં કોઈપણ બાળક શિક્ષકના ધ્યાપન બહાર રહે નહીં અને દરેક બાળક દરેક પ્રવૃતિમાં સામેલ થાય તે જોવાની જવાબદારી શાળા અને શિક્ષક તરીકે આપણી પોતાની જ છે. Every Child Matters – ‘પ્રત્યે્ક બાળક મહત્ત્વનું છે’, આજ વાત શિક્ષણના અધિકારમાં નિહિત છે, તો વળી મૂળભૂત અધિકારોમાં વાણી સ્વાછતંત્ર્યનાં અધિકારને સ્થાsન આપી બંધારણના ઘડવૈયાઓએ પણ મનુષ્ય ના વિચારની અભિવ્ય્ક્તિરને અદકેરૂં સ્થામન બક્ષ્યું છે. સરકારી પ્રાથમિક શાળાના ધો.-૧ થી ૮ માં અભ્યા્સ કરતાં મોટા ભાગનાં બાળકો સામાન્યા પરિવારમાંથી આવે છે, જેમનાં માતા-પિતા ખેતી ઉપર નિર્ભર છે અથવા દૈનિક ધોરણે રોજગાર-મજૂરી કરીને પોતાના પરિવારનું ભરણ પોષણ કરે છે. આવા પરિવારોમાંથી આવતા બાળકોનું નાગરિક ઘડતર વધુ સારી રીતે કરવા તેમની મૌખિક અભિવ્યૂક્તિર વિકસે તે સુનિશ્ચિોત કરવું ખૂબ જ જરૂરી જણાય છે, કેમ કે માનવ મન જ બૌદ્ધિક વિકાસનો સ્રોત છે અને મનના વિચારોને યોગ્ય્ રીતે રજૂ કરવા થકી જ વૈચારિક પુખ્તકતા સંવર્ધન યોગ્યં રીતે કરી શકવાને યોગ્યર અવકાશ મળે છે. આ બાબતો ધ્યા ને લઇ વલસાડ જિલ્લામાં સરકારી પ્રાથમિક શાળામાં અભ્યાજસ કરતાં બાળકોની મૌખિક અભિવ્યગક્તિ વિકસાવવા, ‘બોલેગા બચપન’ અભિયાન હાથ ધરવામાં આવ્યુંલ છે.
આ અભિયાન અંતર્ગત દરેક બાળકને અભિવ્યધક્તિલની પુરતી તકો મળી રહે તે માટે આજથી પ્રાથમિક શિક્ષણ વિભાગ વલસાડના તમામ શિક્ષક ભાઈઓ-બહેનો તત્પભર રહેશે. ‘બોલેગા બચપન’-અભિયાન અંતર્ગત કેટલીક બાબતો કાળજીપૂર્વક ધ્યા્નમાં રાખવામાં આવશે. જે અનુસાર કોઈપણ બાળક કોઈપણ પ્રકારે નબળું કે નિમ્નક શ્રેણી ધરાવે છે તેવા વ્ય ક્તિનગત કે સામુહિક દોષારોપણ કર્યા વગર તમામ બાળકોને વર્ગખંડમાં અભિવ્ય ક્તિકની યોગ્યુ અને જરૂરીયાત મુજબની તકો પુરી પાડવામાં આવશે, બાળક જે રીતે અભિવ્યાક્તગ થાય છે તેનો સ્વી કાર કરી બાળક શકય તેટલુ વધારે બોલે, બોલતા શીખે અને બોલતું થાય તે સુનિશ્ચિ ત કરવાનું રહેશે, મૌખિક અભિવ્યવક્તિક અભિયાન ‘બોલેગા બચપન’ એ કોઈ અલગ યોજના નથી પણ સદીઓથી શિક્ષણ સાથે જોડાયેલી બાબત જ છે કેમકે વર્ગખંડમાં મેળવેલુ જ્ઞાન રજૂ કરવાની એક રીત મૌખિક અભિવ્યવક્તિક પણ છે; તમામ બાળકો બોલતાં થાય તે માટે તકોનું સમાન આયોજન કરવામાં આવશે, શાળામાં શિક્ષણકાર્ય દરમિયાન સંવાદ- પ્રશ્નોાત્તરી કે પાઠયક્રમના મુદ્દાઓની મૌખિક રજૂઆત, પ્રાર્થના સભામાં સુવિચાર-સમાચાર કે જાણવા જેવું રજૂ કરીને, મેદાની પ્રવૃત્તિ કે અન્ય કોઈ સ્પઠર્ધા કાર્યક્રમની તૈયારી પ્રસંગે બાળકોને સામેલ કરીને અથવા સર્વાંગી શિક્ષણના તાસ દરમિયાન શિક્ષણકાર્યના અંગ તરીકે કરવામાં આવશે.
આ પ્રસંગે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી, શાળાના આચાર્ય, શાળા પરિવાર અને વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા.
