સુત્રાપાડા તાલુકા ના પ્રશ્નવડા ગામે ભાજપ દ્વારા નમો કિસાન પંચાયત કાર્યક્રમ યોજાયો, જેમાં પાટીલે જાહેર સભા ગજવી કિસાનો ને સંબોધ્યા.

રિપોર્ટર: ભરતસિંહ જાદવ

ગીર જિલ્લાના પ્રશ્નવડા ગામે આજે ભાજપ દ્વારા નમો કિસાન પંચાયત કાર્યક્રમ યોજાયો. જેમાં ભાજપ અધ્યક્ષ સીઆર પાટીલે જાહેર સભા ગજવી અને ખેડૂતો નીં ઉપજ ના ભાવ કેવી રીતે વધારવામાં આવ્યા તેને લઈ સરકાર દ્વારા કરાયેલા કામો અને વિવિધ યોજનાઓ વિશે જાણકારી આપી હતી. પાટીલે સુગર મિલો ને સરકાર દ્વારા અપાયેલી સહાય વિશે પણ ખેડૂતો ને જણાવી હતી અને આવનારી વિધાન સભા ચૂંટણી નો માહોલ બનાવવા પર્યાશ કર્યો. ઉલ્લેખનીય છે કે ગીર સોમનાથ જિલ્લાની તમામ 4 વિધાન સભા કોંગ્રેસ ના કબજા માં છે. અને આવનારી ચૂંટણી માં આ બેઠકો ભાજપ કબ્જે કરવા અત્યાર થી જ કમર કશી છે. અને એટલેજ આજે 90 સોમનાથ અને 91 તાલાળા વિધાનસભા બેઠક પર નમો કિસાન પંચાયત યોજી હતી. જોકે કહેવાય છે, ગીર સોમનાથ ની ચારેય વિધાન સભા કોંગ્રેસ પાસે હોવાને લઈ પાટીલ વારંવાર ગીર સોમનાથ જિલ્લામાં આવી મતદારો ને રીજજવા નો પ્રયાસ કરી રહ્યા છે.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *