પ્રત્યેક્ષ અને પરોપકારીક રીતે કોઈપણ સેવાકીય કાર્ય ચોક્કસ સિદ્ધ થાય છે – ગીતા રબારી

અમેરિકા : ડલાસ – ટેક્સા મધ્યે,
ડલાસ – સુરત ગુજરાતી લેવા પટેલ સમાજ દ્વારા સેવાકીય પ્રવૃત્તિ ને ધ્યાન માં રાખી લોકડાયરા નું આયોજન એટલા માટે કરવામાં આવ્યું હતું કે, રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે ત્યારે અનેક લોકો ત્યાં ઘર વિહોણા ની સાથે ધંધા રોજગાર પણ પડી ભાગતાં પાયમાલ થઈ રહ્યા છે રોજિંદા કમાતા લોકો ની સ્થિતિ કફોડી હાલત માં છે , ત્યાં વસ્તા લગભગ ભારતીયો હેમખેમ ભારત પહોચાડવા વર્તમાન મોદી સરકાર તેમજ ખુદ વડાપ્રધાન શ્રી. મોદીજી એ ખાસ રસ લઈને ભારતીયો માટે પ્લેન તેમજ ત્યાંની ભારતીય સંસ્થાઓને સેવાકીય આહવાન કરી સલામત સ્થળે તેમજ ભોજન તેમજ ભારત લાવવા સુધી ની વ્યવસ્થાઓ કરેલ. મોદીજી ની આ સેવાકીય પ્રવૃત્તિઓ થી પ્રેરીત થઈ, ત્યાંના લોકો નું કંઈ રીતે ભારતીયો પ્રત્યે નું ઋણ ઉતારવા અમેરીકા ડલાસ – સુરત ગુજરાતી લેઉવા પટેલ સમાજ ના અમેરિકા માં વસ્તા શ્રી. ચંન્દ્રકાંતભાઈ પટેલ તથા શ્રી. ઝેનભાઈ પટેલે અમેરિકા માં ભારતીય કાર્યક્રમ આયોજક એવા ભાવનાબેન મોદી ને વાત કરતાં , તેમણે આ સેવાકીય કાર્યક્રમ માં સહયોગ આપવા ગુજરાત ના ખ્યાતનામ લોક ગાયિકા ગીતાબેન રબારી નો સંપર્ક કરતાં ગીતાબેન ને સંપૂર્ણ રીતે આ સેવાકાર્ય માં સાથ- સહકાર આપવાની ખાત્રી આપતાં ની જ સાથે અમેરિકા ના ડલાસ સીટી માં ભંજન – સંગીત અને સંતવાણી સાથે લોકડાયરા નો કાર્યક્રમ યોજવામાં આવેલ આ સેવાકીય કાર્યક્રમ માં ગુજરાતી સમાજના લોકો સાથે ત્યાંના અગ્રેજ લોકોએ પણ ઉત્સાહ પૂર્વક લાભ લઈ જુમ્યા હતા, આ કાર્યક્રમ માં લોકોએ ડોલર તેમજ પાઉન્ડ નો વરસાદ ગીતાબેન ના ગીતો પર કરી $ 3,00,000 ( 2 કરોડ 25 લાખ રૂપિયા ) યુક્રેન યુધ્ધ માં બેહાલ થયેલ લોકો ની મદદ માટે એકઠા થયા હતા. આ સેવાકીય કાર્યક્રમ વિશે ગીતાબેન તેમજ ભાવનાબેન જણાવ્યું હતું કે પ્રત્યેક્ષ અને પરોપકારીક રીતે કોઈપણ સેવાકીય કાર્ય કરવામાં આવે તો ચોક્કસ પણે સિદ્ધ થાય છે તેનું પ્રમાણ અમેરિકા માં વસ્ત્તા ગુજરાતી સમાજે આપ્યું છે સહયોગ સ્વરૂપે સમાજ તરફથી બે કરોડ થી વધુ ની રકમ આ કાર્યક્રમ માં એકત્રીત થયેલ છે, આ સેવાકીય કાર્યક્રમ ની સફળતા માટે દેશ વિદેશ થી ગીતાબેન રબારી, ભાવનાબેન મોદી, ચંદ્રકાંત પટેલ તથા ઝેન પટેલ ને ઠેર ઠેર થી અભિનંદન મળી રહ્યા છે જ્યારે આ કાર્યક્રમ માં અન્ય ગાયક તરીકે શ્રી. સની જાધવે ગીતાબેન સાથ આપ્યો હતો…
