
જન જન સુધી સરકારશ્રી ની યોજનાઓ સાથે લોક જાગૃતિ લાવવા નો અનેરો પ્રયાસ જૂનાગઢ માં કરાશે : અભિષેક દવે






જૂનાગઢ ખાતે કાળવાચોક ફોરર્ચુન પ્લાઝા ખાતે કમલમ દૈનિક અખબાર ની બ્યુરો ઓફિસનું શુભારંભ જાણીતા ઉદ્યોગપતિ અને સામાજીક અગ્રણી શ્રી જગતભાઈ મશરૂના વરદ હસ્તે કરાયું હતું , અતિથિ વિશેષ તરીકે મનુભાઈ આહીર ઉપસ્થિત રહ્યા હતા.પધારેલા મહેમાનો ને દવે પરિવારે આવકાર્ય હતા કમલમ દૈનિક જૂનાગઢ બ્યુરો ચીફ અભિષેક દવે એ કમલમ દૈનિક અખબાર વિષે સહુ ને વાકેફ કર્યા હતા.અને ગતિશીલ ગુજરાત ની વિકાસ ગાથા રજૂ કરતાં કમલમ ના માધ્યમ થી જુનાગઢ ના વિકાસ લક્ષી કામો અને સરકાર શ્રી ના નિવેદનો લોકો સુધી પહોંચાડવા કટીબ્ધતા દાખવી હતી. કમલમ દૈનિક અખબાર ના તંત્રી શ્રી મહેશભાઈ પટેલ,મેનેજિંગ તંત્રી અર્જુનભાઈ સૌંદરવા તથા ગુજરાત બ્યુરો ચીફ અજય ખત્રી એ કમલમ પરિવાર વતી દવે પરિવારને શુભેચ્છાઓ પાઠવી હતી. આ પ્રસંગે કમલેશભાઈ ભરાડ,રમેશભાઈ મહેતા,સંજયભાઈ મહેતા,મનોજભાઈ જોશી,ચેતનભાઈ મારુ,હેમાંગભાઈ શાહ(સી.એ),હિમાંશુભાઈ મહેતા,અલ્પેશભાઈ મહેતા,શિરીષભાઈ મહેતા સહિત નાં જૂનાગઢ નાં સામાજિક અગ્રણીઓ,વેપારી એશોશીયેશન તથા યુવાનો મિત્રો ઉપસ્થિત રહ્યા હતા..
