રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીની ઉપસ્થિતિમાં વિશ્વ માંગલ્ય સભાની અખિલ ભારતીય કારોબારી બેઠકનું અમદાવાદ ખાતે આયોજન













માતા એ પરિવારનો આધારસ્તંભ છે. સામર્થ્યવાન, સહનશીલ, સૌમ્ય અને શક્તિશાળી માતા એ પરમાત્મા સ્વરૂપ છે , તેમ ગુજરાતના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતએ જણાવ્યું હતું. અમદાવાદ સ્થિત ગુજરાત યુનિવર્સિટીના સેનેટ હોલ ખાતે વિશ્વ માંગલ્ય સભાની અખિલ ભારતીય કારોબારી ને સંબોધતા રાજ્યપાલશ્રીએ જણાવ્યું હતું કે સૃષ્ટિના રચિયતા પરમાત્મા છે, પરંતુ તેને ચલાવવાનું કાર્ય માતા કરે છે . તેમણે ઉમેર્યુ કે,આપણા શાસ્ત્રોમાં પણ લખેલું છે કે છોરું કછોરું થાય પણ માતા કુમાતા ન થાય અને એ હકીકત છે તે આપણે સૌ અનુભવીએ છીએ. માતાના ઉપકાર સંતાન પર સૌથી વધુ હોય છે. જનની એટલે જન્મ આપવા વાળી અને માં એટલે નિર્માણ કરવા વાળી તેવું રાજ્યપાલશ્રીએ જણાવ્યું. તેમને વધુમાં જણાવ્યું કે આપણો દેશ ઋષિમુનિઓ અને વેદોનો દેશ છે જે ન્યૂટનને કર્યું તે ઘણા વર્ષો પહેલા આપણા દેશમાં આર્યભટ્ટે કર્યું હતું રામાયણમાં પુષ્પક વિમાનનો ઉલ્લેખ છે એટલે આપણા ગ્રંથોમાં પણ ટેકનોલોજી પહેલેથી હતી જ તેવું રાજ્યપાલશ્રીએ જણાવ્યું. જેથી આપણે આપણી સંસ્કૃતિનું જતન કરીએ “વિશ્વ માંગલ્ય સભા” એક મહિલા સંગઠન છે જે રાષ્ટ્રધર્મ પ્રત્યે વધુ મજબૂત, સંસ્કારી, શક્તિથી ભરપૂર, તેજસ્વી અને કર્તવ્યનિષ્ઠ “માતા”ના નિર્માણ માટે સમગ્ર ભારતમાં કાર્યરત છે. એ જ ધ્યેયોને ધ્યાનમાં રાખીને, “વિશ્વ માંગલ્ય સભા” છેલ્લા ૧૨ વર્ષથી લોકોને માતૃત્વનું મહત્વ સમજાવવા માટે સતત સમર્પિત છે. વિશ્વ માંગલ્ય સભાનો ઉદ્દેશ એ છે કે નારી પોતાના સ્વરૂપને ઓળખે અને જવાબદારીને સમજે જેથી આપણા દેશની સંસ્કૃતિ જળવાઈ રહે અને સારા રાષ્ટ્રનું નિર્માણ થાય. આ કાર્યક્રમમાં વિશ્વ માંગલ્ય સભાના સ્થાપક પૂજ્ય શ્રી જીતેન્દ્રનાથ મહારાજ તથા વિશ્વ માંગલ્ય સભાના અધ્યક્ષ સૌ. શ્વેતા જનક ખાંડવાલા, સાથે જ અન્ય મહાનુભાવોએ પણ ઉપસ્થિત રહ્યા હતા.
