


ભુજ તાલુકાનાં માધાપર મધ્યે ગુજરાત પ્રદેશ ભાજપાનાં સહયોગ, આપત્તિ રાહત અને સેવાઓ વિભાગના સંયોજક શ્રી હિતેશભાઈ હિમંતલાલ ખંડોર દ્વારા 1 મહીના સુધી વિવિધ સમાજ અને સંસ્થાઓ ને સાથે રાખી આયુષ્યમાન ભારત કાર્ડ તથા ઇ-શ્રમ કાર્ડ ૧૦૦૦ પરિવારનાં બનાવી જેનો વિતરણનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમનાં અધ્યક્ષ સ્થાને કચ્છ જીલ્લાના પ્રભારી મંત્રી શ્રી કિર્તીસિહ વાઘેલા ગુજરાત પ્રદેશ ભાજપના મહામંત્રી શ્રી તથા સાસંદ શ્રી વિનોદભાઈ ચાવડા,કચ્છ જીલ્લા ભાજપના પ્રમુખશ્રી કેસુભાઇ પટેલ. કચ્છ જીલ્લા પંચાયત પ્રમુખ શ્રી પારૂલબેન કારા.તાલુકા ભાજપના પ્રમુશ શ્રી ભીમજીભાઈ જોધાણી .ભુજ તા.પ.નાં પ્રમુખશ્રી મંજુલા બેન ભંડેરી માધાપર જૂનાવાસ ગ્રામ પંચાયતનાં સરપંચ શ્રી ગંગાબેન મહેશ્વરી, તા.પ.નાં સદસ્ય લક્ષ્મીબેન જરૂ. તુષારી બેન પટેલ.માધાપર જૂનાવાસ ગ્રામપંચાયત નાં ઉપ સરપંચ શ્રી દાદુભા જેમાલાજી ચૌહાણ. એ.પી.એમ.સી.નાં ડાયરેકટર શ્રી શંભુભાઈ જરૂ,જીલ્લા ભાજપ મહિલા મોરચાના ઉપપ્રમુખ જગુબા ગઢવી લોહાણા સમાજના પૂર્વપ્રમુખ શ્રી દિલીપભાઈ ભીંડે .પૂર્વ ઉપસરપંચ વીજયભાઈ રાજપૂત પૂર્વ ઉપસરપંચ ફતેહદાનભાઈ ગઢવી, પૂર્વ ઉપસરપંચ કલુભા વાઘેલા, ગ્રામપંચાયતનાં સદસ્ય ભાવેશ ગઢવી, નીતીનમહેતા, રીનાબેનજોષી, ગીતાબેન રાજપૂત, વાજીદ સમા, મારૂભા જાડેજા, વગેરે મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતાં સૌ પ્રથમ મહાનુભવોનું ગાંધીજી સર્કલ થી વિશાલનગર સુધી વિશાળ સંખ્યામાં યુવાઓએ ભવ્ય બાઈક રેલી કરી સ્વાગત કરવામાં આવ્યું હતું ઢોલ શરણાઈ થી નાની બાલિકાઓ દ્વારા સમૈયો કરી સ્વાગત કરવામાં આવ્યું હતુ દીપ પ્રગટ્ય દ્વારા કાર્યક્રમ ખુલ્લો મુકવામાં આવ્યો હતો મહેમાનો નું સ્વાગત કચ્છી પાઘ સાલ,હાર,પુસ્તક દ્વારા કરવામાં આવ્યું હતુ વિવિધ સમાજ તથા સંસ્થાઓ સોની સમાજ, મહેશ્વરી સમાજ,ક્ષત્રિય રાજપૂત સમાજ, ક્ષત્રિય રાજપૂત સમાજ યુવક મંડળ ઓદિચ્ય બ્રહમ સમાજ, લોહાણા સમાજ, સેવક બ્રામણ સમાજ, ગઢવી સમાજ, કોલી સમાજ, કડવા પટીદાર સમાજ લેવા પટેલ સમાજ સથાવારા સમાજ, આહિર સમાજ, રાજપૂત સમાજ, સુથાર સમાજ, જોગી સમાજ, રબારી સમાજ, કચ્છ ગુર્જર ક્ષત્રિય સમાજ, મુસ્લિમ સમાજ, પ્રજાપતિ સમાજ, ભરવાડ સમાજ, ખત્રી સમાજ, ગોસ્વામી સમાજ, ભાનુશાલી સમાજ, જૈન સમાજ, સમા મુસ્લીમ સમાજ, ખોજા સમાજ, દરજી સમાજ શિવશક્તિ મહિલા મંડળ,વાળદ સમાજ, લોહાર સમાજ, જલારામ મહિલા મંડળ, બ્રહમ સમાજ મહિલા મંડળ, જૈન સમાજ મહિલા મંડળ, રાજપૂત સમાજ યુવક મંડળ, પાઠ હનુમાન મંદિર સમીતી. દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. માન મંત્રીશ્રી તથા મહેમાનોનાં હસ્તે આયુષ્માન ભારત કાર્ડ તથા ઇક.શ્રમ કાર્ડનું વિતરણ કરવામાં આવ્યું હતું અ પ્રસંગે કચ્છના પ્રભારી મંત્રી શ્રી કીર્તીસીહજી વાઘેલા એ પોતાના પ્રાસંગિક પ્રવચનમાં માન વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા ગરીબ મધ્યમ વર્ગના લોકો માટેની આયુષ્માન ભારત યોજના થી ભારત ભરનાં દરેક પરિવારની આરોગ્ય ની સુખાકારી માટે ની યોજના બદલ માન વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીને અભિનંદન પાઠવ્યા હતા. આ સમગ્ર અભિયાન કરી લોકોને મદદ રૂપ થવા બદલ ગુજરાત પ્રદેશનાં સંયોજક, આવતી રાહત,સેવાઓ વિભાગના સંયોજક હિતેશભાઈ ખંડોરને અભિનદન પાઠવ્યા હતા. સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડા એ કેન્દ્ર સરકાર શ્રી તથા રાજ્યશ્રી ની વિવિધ યોજનાઓથી લોકોને મદદ રૂપ થઇ સૌંનો સાથ સૌંનો વિકાસ .સાથે છેવાળા માનવી સુધી વિકાસ પહોચે એવા સરકારના પ્રયત્નો છે. કાર્યક્રમનાં આયોજક હિતેશભાઈ ખંડોરે સરકાર શ્રીની વિવિધ યોજનાઓ ભુજ વિસ્તારના લોકો સુધી પહોચાડવા કાર્યકર્તાઓની ટીમ કટીબધ્ધ છે. તેમજ આયુષ્માન ભારત કાર્ડ તથા ઈ.શ્રમ કાર્ડ યોજના ને લોકોને એક અભિયાન તરીકે ઉપાડી હરએક વ્યક્તિને આ યોજના નો લાભ તેવું કાર્ય કરવા અપીલ કરી હતી. આયુષ્માન ભારત કાર્ડ તથા ઈ.શ્રમ કાર્ડને સફળ બનાવવા મારું કંસારા સોની સમાજ તથા ગ્રામપંચાયત સદસ્યો ,મહેશ્વરી સમાજ યુવા સંઘે,ઇનરવ્હીલ કલબ માધાપર,મચ્છુ ક.સ. સુથાર (દરજી) સમાજ માધાપર, શિવનગર ગરબી ચોક ગ્રામ સદસ્યો, ખેતરપાળ શીવશક્તિ મહિલા મંડળ, ઐદિચ્ય બ્રહમસમાજ,. ઓમકારેશ્વર મહાદેવ મંદિર સમીતી, એકટીવ ગૃપ, વાળદ સમાજ માધાપર સમાજો તથા સંસ્થાઓએ જહેમત ઉઠાવી હતી. કાર્યક્રમમાં સ્વાગત પ્રવચન માધાપર જૂનાવાસ ગ્રા.પ.નાં ઉપસંરપચ શ્રી દાદુભા ચૌહાણ કર્યું હતું કાર્યક્રમ ની આભરવિધિ પૂર્વ ઉપસરપંચ વિજય રાજપૂતે કર્યું હતું કાર્યક્રમનું સંચાલન મયુરભાઈ જોષીએ કર્યું હતું. આ કાર્યક્રમ તથા બાઇક રેલીને સફળ બનાવવા કુલદીપસિહ ચૌહાણ,જીતુંભાઈ મહેશ્વરી. રાણાભાઇ ડાંગર , વિશાલ જરૂ,વસંતભાઈભાઈ સોની, હર્ષદભાઈ ઠક્કર, વિજય આહિર રાજુ ઠક્કર, મહેન્દ્રભાઈ કોલી, ગીરધરસિહ વાઘેલા, પ્રવિણ ખોખાણી, નારણસિહ જાડેજા, ભારતભાઈ મહેશ્વરી,ઉતમ ડાંગર,દશરથસિહ જાડેજા મહેનત ઉઠાવી હતી. માધાપર મહિલા સમીતી તથા મંડળોએ સહયોગ આપ્યો હતો.
