સર પી.ટી.સાયન્સ કોલેજ મોડાસામાં ‘પરીક્ષા પે ચર્ચા’ નું લાઈવ પ્રસારણ કરવામાં આવ્યું

રીપોર્ટ. ધાર્મિક ભટ્ટ અરવલ્લી

આજ રોજ ભારતના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા વિદ્યાર્થીઓની ચિંતા દૂર કરવા માટે ‘પરીક્ષા પે ચર્ચા’ કાર્યક્રમ દિલ્લીથી જીવંત પ્રસારણ કરવામાં આવ્યું હતું. વડાપ્રધાન દ્વારા આગામી દિવસોમાં નવી શિક્ષણ નીતિ વિશે પણ માહિતગાર કર્યા હતા ઉપરાંત આ નવી શિક્ષણ નીતિ ભવિષ્યનું વિચારીને ઘડવામાં આવી છે અને આ નીતિથી ધોરણ 8 માં ભણતો વિદ્યાર્થી પ્રિન્ટર બનાવતો થયો, વૈદિક ગણિત ભણતો થયો તેવી જાણકારી આપી હતી. ખેલ સાથે ભણતર, સ્કીલ સાથે ભણતરને અભ્યાસમાં સમાવેશ કર્યા પછીના પરિવર્તન વિશે પણ ચર્ચા કરી હતી. જેમાં મોડાસાની સર પી.ટી.સાયન્સ કોલેજ માં વધુમાં વધુ વિદ્યાર્થીઓ લાભ લીધો હતો અને તેમને પણ આગામી દિવસોમાં આવતી પરીક્ષાનો ડર દૂર કરી વધુ મહેનતથી સારા ગુણ પ્રાપ્ત થાય તે માટે માહિતગાર કર્યા હતા. આ પ્રસંગે જીવંત પ્રસારણમાં કોલેજના પ્રિ.ડૉ.કે.પી.પટેલ, પ્રા.જી.એલ.વેકરીયા તથા ડૉ.એમ.એસ.જાંગીડ ઉપસ્થિત રહ્યા હતા. આ સફળ કાર્યક્રમ બદલ મંડળના પ્રમુખ શ્રી નવીનચંદ્ર મોદી, પ્રભારી મંત્રીશ્રી સુભાષભાઈ શાહ દ્વારા અભિનંદન પાઠવ્યા હતા.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *