મોડાસાની અરવલ્લી ડિપ્લોમા ઈન હેલ્થ એન્ડ સેનેટરી ઇન્સ્પેક્ટર કોલેજના વિદ્યાર્થીઓનો સહયોગ કુષ્ઠનો અભ્યાસકીય પ્રવાસ યોજાયો

તારીખ 31 3 2022 ના રોજ અરવલ્લી DHSI કોલેજના વિદ્યાર્થીઓની “સહયોગ કુષ્ઠ યજ્ઞ કેન્દ્ર” રાજેન્દ્રનગર ની હૃદયદ્રાવક મુલાકાત લીધી.

રીપોર્ટ. ધાર્મિક ભટ્ટ અરવલ્લી

કોલેજના સિલેબસ અંતર્ગત રક્તપિત્ત ના રોગ મુક્ત થયેલા દિવ્યાંગ દર્દીઓની મુલાકાત લીધી. આ દર્દીઓની સામાજિક જાણી વિદ્યાર્થીઓનું હૃદય દ્રવી ઉઠ્યું. સમાજમાંથી તિરસ્કૃત થયેલા દર્દીઓને આ સંસ્થાના સંચાલકોએ આ સંસ્થામાં વસવાટ આપ્યો છે . લોકસહયોગથી ચાલતી આ સંસ્થામાં દર્દીઓને રહેવા-જમવાની વ્યવસ્થા તેમજ દર્દીઓના બાળકોની સરકારી શાળામાં ભણવાની વ્યવસ્થા આ સંસ્થામાં જ કરવામાં આવેલી છે. લેપ્રસી ના રોગ મુક્ત થયેલા દર્દીઓની સ્વાવલંબી બનાવવા સંસ્થાએ હુન્નર ઉદ્યોગ પણ આપ્યા છે. મતલબ આ સંસ્થા રોગમુક્ત દર્દીઓનું પુનર્વસન કેન્દ્ર છે.આ સિવાય સંસ્થામાં મંદબુદ્ધિના બાળકોને પણ અલગ અલગ સારવાર આપી તેઓને ખુશ રાખવામાં આવે છે. જુદી જુદી કેટેગરીના મંદબુદ્ધિના દર્દીઓને અલગ અલગ રીતે સારવાર આપવામા આવે છે અને દર્દીઓની કાળજી લેવામાં આવે છે.સંસ્થામાં મંદબુદ્ધિ અને ગાંડપણ બે વચ્ચેનો તફાવત ની સમજણ આપવામાં આવે છે.સંસ્થાના અગ્રણી કાર્યકર્તા આદરણીય સુભાષભાઈ એ સંસ્થાની પ્રવૃત્તિ ની માહિતી આપી અને સંસ્થાના સહકાર્યકર પ્રવીણભાઈ એ સાથે રહી જુદા જુદા વિભાગો ની સમજૂતી આપી. કોલેજના પ્રા.સોમાભાઈ બારોટ અને પ્રા.પારુલ બહેને વિદ્યાર્થીઓને યોગ્ય માર્ગદર્શન આપ્યું.

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM