કલેકટરશ્રી પ્રવિણા ડી.કેના અધ્યક્ષસ્થાને પ્રધાનમંત્રી આદર્શ ગ્રામ યોજનાની જિલ્લા અનુસરણ સમિતિની બેઠક યોજાઇ

જિલ્લાના  કુરન,સણોસરા, તરા, વાલ્કાનાના અને વિજપાસર ગામોના વિકાસ કામો મજુંર કરાયા

        કલેકટરશ્રી પ્રવિણા ડી.કે ના અધ્યક્ષસ્થાને આજરોજ કલેકટર કચેરી ભુજ ખાતે અનુસૂચિત જાતિ માટેની પ્રધાનમંત્રી આદર્શ ગ્રામ યોજનાની જિલ્લા અનુસરણ  સમિતિની બેઠક યોજાઇ હતી.

        કચ્છ જિલ્લાના ભૂજ તાલુકાના કુરન,  અબડાસા તાલુકાના સણોસરા, નખત્રાણા તાલુકાના તરા (મંજલ), વાલ્કાનાના  અને વિજપાસર ગામોની પ્રધાનમંત્રી આદર્શ ગ્રામ યોજના અંતર્ગત પસંદગી થયેલ છે. જે અન્વયે  સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા આ ગામને આદર્શ ગ્રામ બની શકે તે માટે ગેપ ફીલિગ અંતર્ગત પ્રત્યેક ગામને  રૂ, ૨૦ લાખના સી સી રોડ, શૌચાલય,  સ્ટ્રીટલાઇટ્સ, સ્નાનઘાટ, R.O પ્લાન્ટ ખરીદી, ગટરલાઈન, શેડ, પેવર બ્લોક, સંરક્ષણ દિવાલ, પાઇપલાઇન જેવ  વિવિધ  વિકાસ કામોની સમીક્ષા સંબંધિત પદાધિકારીઓ અને અધિકારીઓ સાથે રહી અનુસૂચિત જાતિ કચેરીનાં નાયબ નિયામક અને જિલ્લા શિક્ષણ સમિતિના સભ્ય સચિવ શ્રી ડી.એન. ભોજગોતરે  રજુ કરી હતી.

        શ્રી ભોજગોતરે જણાવ્યું હતું કે સરકારે અનુસૂચિત જાતિઓના વિકાસ માટે કેટલીક પેહેલ કરેલી છે જેનાં વષ ૨૦૧૮-૧૯માં ગુજરાતના ૨૫ ગામો પૈકી કચ્છના પાંચ ગામો પસંદ કર્યા છે આ ગામોને સમગ્ર માળખાકીય સુવિધાના વિકાસ કરવાનો હેતુ છે.

         કલેક્ટરશ્રી પ્રવિણા ડી.કે એ યોજના સાથે સંકળાયેલા આરોગ્ય, પોષણ, સામાજિક સુરક્ષા, શિક્ષણ, પીવાનું પાણી, સ્વચ્છતા, માર્ગો અને ગૃહનિર્માણ કૃષિ રોજગાર અને કુશળતા વિકાસ નાણાકીય બાબતો માટે વિગતે માહિતી મેળવી ભુજ નાખત્રાણા અને અબડાસાના તાલુકા વિકાસ અધિકારીશ્રીઑ અને સરપંચ અને તલાટીને માર્ગદર્શન પૂરું પાડયું હતું.

આ બેઠકમાં સર્વશ્રી સંબંધિત જિલ્લા અધિકારીશ્રીઓ તેમજ અનુસૂચિત જાતિ કચેરીના બલવતભાઇ ભીલ ,આશિષભાઇ એમ.દાતલિયા,ભાવિનભાઇ મકવાણા  ઉપસ્થિત રહ્યાં હતાં

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *