
ભારતીય જનતા પાર્ટી ના પ્રદેશ અધ્યક્ષ શ્રી સી. આર. પાટીલ સાહેબ ને પોતાનો કાવ્યસંગ્રહ “તરસ” અને covid-19 કોરોના કાળ દરમિયાન વિવિધ સમાચાર પત્રોમાં છપાયેલ પોતાની કોરોના સંદર્ભેની અવનવી કાવ્ય રચનાઓને સંપુટ સ્વરુપે અર્પણ કરી કવિ શ્રી પંકજ દરજી ‘શિલ્પી’ અને ભા.જ.પા. શંખેશ્વર તાલુકા બક્ષીપંચ મોરચાના મંત્રી અને કાર્યકારી પ્રમુખ શ્રી દિનેશભાઈ દરજી દ્વારા શુભેચ્છા મુલાકાત કરવામાં આવી તથા શ્રી વઢીયાર ગોળ દરજી સુથાર જ્ઞાતિ સમાજ ની વાડી બનાવવા માટે રાહત દરે જગ્યા ફાળવવા માટે પ્રદેશ અધ્યક્ષ શ્રી સી, આર પાટીલ સાહેબ શ્રી ને આવેદનપત્ર આપવામાં આવ્યું.સાથે ગુજરાતી લોક ગાયક કલાકાર શ્રી વિજય સુંવાળા પણ ઉપસ્થિત રહ્યા હતા.
