પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી અને રશિયાના રાષ્ટ્રપતિ મહામહિમ શ્રી વ્લાદિમીર પુતિન વચ્ચે ટેલીફોનિક સંવાદ

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ રશિયાના રાષ્ટ્રપતિ મહામહિમ શ્રી વ્લાદિમીર પુતિન સાથે ફોન પર સંવાદ કર્યો હતો.

પ્રધાનમંત્રીએ રશિયાના રાષ્ટ્રપતિને તેમના જન્મદિવસ પ્રસંગે શુભકામનાઓ તથા હાર્દિક શુભેચ્છાઓ પાઠવી હતી.પ્રધાનમંત્રીએ મહામહિમ પુતિન સાથેના તેમના લાંબા સમયના સહયોગ અને મિત્રતાને યાદ કરી હતી અને બાદમાં તેમને બંને દેશો વચ્ચે વિશેષ અને વિશેષાધિકૃત વ્યૂહાત્મક ભાગીદારીના વિકાસમાં જે વ્યક્તિગત ભૂમિકા ભજવી છે તેની પ્રશંસા કરી હતી.બંને નેતાઓએ કોવિડ-19 રોગચાળા દ્વારા ઉભા થયેલા પડકારો સામે સંપર્કમાં રહેવા સંમતિ આપી હતી. પ્રધાનમંત્રીએ જાહેર સ્વાસ્થ્યની સ્થિતિ સામાન્ય થયા પછી વહેલી તકે ભારતમાં રાષ્ટ્રપતિ પુતિનને આવકારવાની ઉત્સુકતા વ્યક્ત કરી હતી.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *